જામનગરમાં વધુ એક ઢોર માલિક પોતાના ઢોરને છોડાવી ગયાનો વિડીયો વાયરલ

  • December 30, 2023 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકો દ્વારા જામનગર થી ૫૦૦ ઢોરને પાંજરાપોળમાં મોકલાવાયા

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતી ઢોરને પકડવાની ઝુંબેશ દરમિયાન વધુ એક ઢોર માલિક પોતાનું ઢોરને છોડાવી જતા હોવાનો વિડીયો વાયરલ થઈ ગયો છે. આ ઉપરાંત  જામનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તે રઝળતા ઢોર પકડવા ની કામગીરી કર્યા પછી આવા ઢોરને પાંજરાપોળમાં મોકલાઈ રહ્યાં છે. તાજેતરમાં પ૦૦ થી વધુ ઢોર રવાના કરવામાં આવ્યા હતા.
જામનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તે રઝળતા ઢોરને પકડીને ડબ્બે પુરવામાં આવે છે. જે ઝુંબેશ દરમિયાન ગઈકાલે સાંજે શરુ સેક્સન રોડ પર એક પશુના માલિકે આવીને ઢોર પકડવાની ટિમ દ્વારા ગાળીયો નાખીને પકડી લેવામાં આવેલા પશુને બળજબરીપૂર્વક છોડાવી જવાયો છે.
ગઈકાલે સાંજે શહેરના શરૂ સેક્શન રોડ, એમ.પી. શાહ ઉદ્યોગ નગર પાસે એક માલિકીના ઢોરને પકડી લેવાયા બાદ તેને વાહન માંથી ઢોર મલિક દ્વારા બળ જબરી પૂર્વક ઉપરોક્ત ઢોર છોડાવી લેવાયું હતું, જેનો વિડીયો આજે શહેરમાં વાયરલ થયો છે. અગાઉ સૉલિડ વૅસ્ટ શાખા દ્વારા જાહેર કરાયું હતું કે, જે કોઈ ઢોર છોડાવી જશે તે ઢોર પકડની કામગીરીમાં અવરોધરુપ થશે તેની સામે એફઆઈઆર કરવામાં આવશે, પરંતુ આવું કંઈ થતું નથી! અવાર-નવાર ધાક-ધમકી આપીને જાહેરમાં પકડેલાં ઢોરને કેટલાંક લોકો છોડાવી જાય છે, આ અંગે પણ કોર્પોરેશને કડક પગલાં લેવા જોઈએ.
જામનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તે રઝળતા ઢોરને ડબ્બામાં પૂરી દેવાયા પછી તાજેતરના દિવસોમાં જામનગરથી પાંચસોથી વધારે ઢોરને કચ્છ ની પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા હતા. જો કે, હજુ પણ ઢોરથી ડબ્બા ઉભરાઇ રહ્યાં છે, ત્યારે આગામી દિવસોમાં વધુ ઢોરને પાંજરાપોળ માં મોકલવામાં આવશે તેમ જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application