Video: ભાડાના કારણે બોલાચાલી થતા રીક્ષાચાલક મહિલાને 200 મીટર સુધી ઢસડી ગયો, મહિલા ગંભીર રીતે ઘાયલ

  • July 07, 2023 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મહારાષ્ટ્રના કોલ્હાપુરનો એક CCTV વીડિયો સામે આવ્યો છે જેમાં એક ઓટો ડ્રાઈવર એક મહિલાને રસ્તા પર ખેંચી રહ્યો છે. પ્રાપ્ત જાણકારી મુજબ ઓટો ડ્રાઈવરનો મહિલા સાથે ભાડાને લઈને વિવાદ થયો હતો.વીડિયો સામે આવતાની સાથે જ કોલ્હાપુર પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.



ઘટના કોલ્હાપુરના રાજારામપુરીની છે. અહી ઓટો ચાલકે એક મહિલાને લગભગ 200 મીટર સુધી રોડ પર ખેંચી હતી. મહિલા ગંભીર રીતે ઘાયલ છે. રાજારામપુરી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર અનિલ તાનપુરેના જણાવ્યા અનુસાર, મહિલાના પતિ વચ્ચે ભાડાને લઈને વિવાદ થયો હતો. બંને વચ્ચે બોલાચાલી થતાં મહિલા પણ ઝઘડામાં કૂદી પડી હતી. આ દરમિયાન ડ્રાઈવરે અચાનક ઓટો ચાલુ કરી અને મહિલાની સાડી ઓટોના પાછળના બમ્પરમાં ફસાઈ ગઈ.



ઘટના બાદ ઓટો ચાલક ફરાર થઈ ગયો હતો



ઓટો ચાલક ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયો છે. સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે રોડ પરથી એક ઓટો આવી રહી છે. તે જ સમયે ઓટોની પાછળ એક મહિલા ફસાઈ ગઈ છે. ઓટો મહિલાને ઘસેડીને લઇ જાય છે તેવું જોવા મળે છે. આ દરમિયાન રસ્તામાં એક યુવકે ઓટો રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઓટો ચાલક તેનું વાહન રોકતો નથી. તે ઝડપથી આગળ વધે છે.



આરોપી ઓટો ચાલકની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે


​​​​​​​

પોલીસ ઓટો ચાલકની ઓળખ કરવામાં વ્યસ્ત છે. નજીકમાં લાગેલા અન્ય સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સ્કેન કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં આરોપી ઓટો ડ્રાઈવર પોલીસ કસ્ટડીમાં હશે. પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે ટૂંક સમયમાં મહિલા અને તેના પતિનું નિવેદન લેવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application