ગઈકાલ સાંજથી ગાંધીનગર આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બપોરે ગ્લોબલ ટ્રેડ શો નું ઉધ્ઘાટન અને વૈશ્વિક નેતાઓ સાથેની વાતચીત દ્રારા ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત કાર્યક્રમો શ કરાવી દીધા છે. આવતીકાલે વડાપ્રધાનના હસ્તે વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરવામાં આવશે. કોરોના પછી પ્રથમ વખત યોજાઈ રહેલી ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં ૧૩૬ દેશની કંપનીઓ આવી છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી, ટાટા ગ્રુપ સહિત અનેક કંપનીઓના સીઈઓ અને ઉધોગપતિઓ મોટી સંખ્યામાં આવતીકાલે ઉપસ્થિત રહેવાના છે. આરોગ્ય વિષયક સેવા ને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ૭૦૦૦ પોલીસ અને હોમગાર્ડ સહિત ટોચના પોલીસ અધિકારીઓનો સડ બંદોબસ્ત મહાત્મા મંદિર સહિત ગાંધીનગરમાં ઠેર ઠેર ગોઠવવામાં આવ્યો છે. કાલે સવારે ૯:૪૦ વાગ્યે વડાપ્રધાનનું આગમન વાઇબ્રન્ટ સમિટના કાર્યક્રમના સ્થળે થઈ જશે. મુખ્યમંત્રીના સ્વાગત પ્રવચન પછી ચેક રિપબ્લિકન ના પ્રધાનમંત્રી, મોઝામ્બિકના રાષ્ટ્ર્રપતિ, તીમોર લેસ્તેના રાષ્ટ્ર્રપતિ સહિતના મહાનુભાવો વાઇબ્રન્ટ સમિટને સંબોધન કરશે અને ત્યારબાદ ૧૨–૪૫ વાગ્યાની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવચન આપશે. સાંજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન સહિતનાઓની ઉપસ્થિતિમાં પણ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન આવતીકાલે કરવામાં આવ્યું છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સંમિટ દરમિયાન આવતા દેશ–વિદેશના મહેમાનોને ભારતીય વાનગીનોું આસ્વાદ કરાવવામાં આવશે ગુજરાત ખાતે યોજાઇ રહેલી આ સમિટને ધ્યાનમાં રાખીને ગુજરાતની ઓળખ સમા ખાખરા પાતરા ફાફડા અને વાટી દાળના ખમણ,સેવ ખમણી,ગાઠીયા રગં જમાવશે.તો મહારાજા સ્પેશિયલ નામથી વેલકમ ડ્રીન્ક તૈયાર કરાયું છે. ભારતીય અને ગુજરાતી ભોજનનો સ્વાદ દાઢમા રહે તેવુ મેનુ તૈયાર કરવામા આવ્યુ છે. આ તમામ ભોજનની ગુણવત્તા માટે કોઈપણ પ્રકારની બાંધછોડી કરવામાં નહીં આવે અને ખાસ કરીને વિદેશી મહેમાનોને ભોજન આપતા પહેલા તેના વિવિધ ટેસ્ટ કર્યા પછી જ પીરસવામાં આવશે.
વાઇબ્રન્ટ સમિટમાં મહાત્મા મંદિર ખાતે દેશ–વિદેશના અતિથિઓને ગુજરાત સહિત ભારતીય વાનગીનો આસ્વાદ કરાવાશે. વેલકમ ડ્રીન્કથી લઇને ડેઝર્ટ સુધી પરંપરાગત ખાધ વાનગીઓ હાઇ ટી અને લંચમાં આપવામાં આવશે. ગુજરાતમાં સમિટ યોજાઇ રહી છે ત્યારે વાટીદાળના ખમણ, પાત્રા, સેવખમણી, ગાંઠિયા, ખાખરા, ફાફડા સહિતની વાનગીઓનો પણ મહમાનોને ચટાકો લગાડાશે. મહારાજા સ્પેશિયલ નામથી વેલકમ ડ્રીન્ક તૈયાર કરાયું છે. ચાર દેશના વડા અને મહત્વના બિઝનેસ ડેલિગેટસ સાથે ભોજન કરશે. જેમાં તેમને ગુજરાત અને ભારતીય વાનગીઓનો ખાસ ટેસ્ટ કરાવાશે. ગુજરાતની ઓળખ સમાન અનેક વાનગી પણ તેમાં રાખવામાં આવી છે. મહેમાનો માટે હાઇ ટી અને લચં માટે ખાસ મેનુ તૈયાર કરાયું છે. જેમાં ભારતીય અને ગુજરાતી વાનગીઓનું કોમ્બિનેશન રખાયું છે. તા. ૧૦ અને ૧૧ જાન્યુઆરીએ વિવિધ સમયે આ વાનગીઓ અતિથિઓને પીરસવામાં આવશે. દેશ–વિદેશથી આવનારા ઉધોગપતિ અને રાજકીય મહાનુભાવો વગેરેને ગુજરાતી વાનગીઓનો સ્વાદ દાઢમા રહી જાય તે રીતે તૈયાર કરવા ખાસ સૂચના અપાઇ છે.
દેશ–વિદેશના મહેમાનોને જે વાનગીઓ પીરસવામાં આવશે તેની ખાઘ ગુણવત્તા અને વિવિધ નિયમનો મુજબ બની હોય તેનું પણ ખાસ ધ્યાન રાખવા માટે સૂચના આપવામાં આવી છે.આ તમામવાનગીઓમાં કેલેરી, ફેટ, ફાયબરનો ખાસ ઉલ્લ ેખ સમિટના મહેમાનોને જે વાનગીઓ પીરસાશે, તેમાં કેટલી કેલેરી, ફેટ પ્રોટીન, કાબ્ર્સ, ફાયબર રહેશે તેનો પણ પ્રથમ વખત ઉલ્લ ેખ કરવામાં આવ્યો છે. જેથી હેલ્થ કોન્સિયસ મહેમાનોને તે કેટલા પ્રમાણમાં ખાવું તેનો પણ અંદાજ આવી શકે.
વડાપ્રધાન મોદીનો આજનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
૯.૧૦– મહાત્મા મંદિર
૯.૩૦–૧૦––––તિમોર લેસ્તેના રાષ્ટ્ર્રપતિ સાથે મુલાકાત
૧૦.૧૦થી ૧૧.૪૫––––––૫ ગ્લોબલ સીઈઓ સાથે બેઠક
૧૨.૨૫થી ૧ પીએમ–––––મોઝામ્બિકના પ્રમુખ સાથે મુલાકાત
૩ પીએમ–ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન
૪.૧૦ મહાત્મા મંદિર પહોંચશે
૫.૨૦–––અમદાવાદ એરપોર્ટ પહોંચશે
૫.૩૦ યુએઈ ના રાષ્ટ્ર્રપતિનું સ્વાગત કરશે
૬.૧૦ કલાકે હોટેલ લીલા ગાંધીનગર પહોંચશે
૬–૧૫થી ૮.૩૦ સુધી
યુએઇના રાષ્ટ્ર્રપતિ સાથે બેઠક
યુએઇસાથે સમજુતી કરાર થશે
મોદીનો કાલનો કાર્યક્રમ
૯.૪૦ – પ્રધાનમંત્રીનું આગમન
૯.૫૫ – મુખ્યમંત્રીનું સંબોધન
૧૧.૧૫ – ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રીનું સંબોધન
૧૧.૩૫ – મોઝામ્બિકના રાષ્ટ્ર્રપતિનું સંબોધન
૧૧.૪૫ – તિમોર લેસ્તેના રાષ્ટ્ર્રપતિનું સંબોધન
૧૧.૪૫ – પ્રધાનમંત્રી મોદીનું સંબોધન
૫.૧૫ – પ્રધાનમંત્રીનું આગમન
૫.૧૮ – ગીટ સીટીના ચેરમેન હસમુખ અઢિયાનું સંબોધન
૫.૩૦ – ગ્લોબલ ફિનટેકના વડાઓ સાથે બેઠક
૬.૧૮ – કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનનું સંબોધન
૬.૨૩ – પ્રધાનમંત્રી મોદીનું સંબોધન
વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા ૧૩૬ દેશની કંપનીઓ આવી
આરોગ્ય વિભાગના સેક્રેટરીએ ખાસ સોલા સિવિલ, ગાંધીનગર સિવિલ અને અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે કરાયેલી વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી. વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા ૧૩૬ દેશની કંપનીઓ, સંસ્થાઓ અને પ્રતિનિધિઓએ રજીસ્ટેશન કરાવ્યું છે. અંબાણીના ચેરમેન, મુકેશ અંબાણી, ટાટા સહિતની તમામ ટોપ મોસ્ટ કંપનીઓના ચેરમેન પણ ખાસ હાજરી આપવાના છે. જેના આરોગ્યની તમામ જવાબદારીઓ આરોગ્ય વિભાગના હાથમાં છે. જેથી આરોગ્યની વ્યવસ્થામાં કોઈ પ્રકારની ચૂક ન રહે તે માટે એરપોર્ટથી લઈને ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટ સુધી તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
સીટીસ્કેન અને સ્પેશિયલ ઓપરેશન થિયેટર પણ તૈયાર
સીટી સ્કેન અને સ્પેશિયલ ઓપરેશન થિયેટર પણ તૈયાર કરાયુ છે. તથા વેન્ટિલેટર, ઓકિસજન, એકસ રેસહિતની તમામ તૈયારીઓ કરાઈ છે. ગાંધીનગર અને અસારવા સિવિલ કરતાં સોલા સિવિલ વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીમાં નંબર–૧ છે. આરોગ્ય વિભાગના જનરલ સેક્રેટરી ધનંજય ત્રિવેદીએ હોસ્પિટલની સમીક્ષા કરી હતી. વાઈબ્રન્ટ ગુજરાતમાં આવનાર તમામ વીઆઇપી લોકોની સારવારની જવાબદારી સોલા સિવિલ હોસ્પિટલના શિરે મૂકવામાં આવી છે.
વાઇબ્રન્ટમા ૪૦ મેડિકલ ટીમ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવશે
ગુજરાત વાયબ્રન્ટ સમિટને લઈ આરોગ્ય વિભાગ સ થયુ છે. જેમાં સોલા સિવિલમાં વીવીઆઇપીઓ,વીઆઈપી લોકોની સારવારની જવાબદારી છે. આરોગ્ય વિભાગના જનરલ સેક્રેટરીએ વ્યવસ્થાની સમીક્ષા કરી છે. ૨૪ કલાક માટે નિષ્ણાતં ડોકટર્સની ટીમ તૈનાત છે. સ્પેશિયલ મ પણ હોસ્પિટલમાં તૈયાર કરાયા છે.વાઇબ્રન્ટમા ૪૦ મેડીકલ
ટીમ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવશે.
આ ઉપરાંત મહાત્મા મંદિર ખાતે ખાસ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે આંતરરાષ્ટ્ર્રીય પ્રોટોકોલ પ્રમાણે કેટલાક વોર્ડ અને સ્પેશિયલ મ રિઝર્વ રાખવામાં આવ્યા છે મહાત્મા મંદિર અને ટ્રેડ શો ખાતે હજારો વિદેશી મહેમાનો આવવાના હોવાથી મહેમાનોને આરોગ્ય સુવિધા મળી રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે મહાત્મા મંદિર અને ટ્રેડશોમાં આઠ બેડની હોસ્પિટલ શ કરવામાં આવી છે જેમાં ડોકટર નસિગ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ સર્વન્ટ સહિતના કર્મચારીઓ જરી દવા તેમજ ફરજ પર ગોઠવી દેવાય છે.યારે ગાધીનગર સિવિલમાં હોસ્પિટલ ના ભોય તળિયામાં અધ્યતન ફસ્ર્ટ પોઇન્ટ નામની અલગ વોર્ડ કરાયો છે યાં બે આઈસીયુ સહિત ૧૦ બેડની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત ૧૩ જેટલી આઈસીયુ ઓન વ્હીલ અલગ સ્થળ પર રાખવામાં આવી છે.
કોવિડ બાદ પ્રથમ વખત વાઇબ્રન્ટ સમિટ
ગુજરાતમાં કોવિડ બાદ પ્રથમ વખત વાઇબ્રન્ટ સમિત ગુજરાતમાં ૧૦ મી જાન્યુઆરીથી શ થવાની છે. જેની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેમાં વિદેશથી તમામ ડેલિગેટસ ખાસ ગુજરાતની મહેમાનગતિ માણવા આવવાના છે. જેમના આરોગ્યની સંપૂર્ણ જવાબદારી ગુજરાતનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને સોંપવામાં આવી છે. તમામ ડેલિગેટસના આરોગ્યની જવાબદારીઓ આરોગ્ય સેક્રેટરી ધનજય ત્રિવેદી અને તમામ આરોગ્ય અધિકારીઓને સોંપવામાં આવી છે. જેને લઈને આરોગ્ય વિભાગ એકશન મોડમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગ દ્રારા ગાંધીનગર સિવિલ, અસારવા સિવિલ અને સોલા સિવિલ ખાતે તમામ ડેલિગેટસના આરોગ્યની તૈયારીઓ કરવામાં આવી છે. વાઇબ્રન્ટ સમિટમાં આવતા તમામ વિદેશી મહેમાનોને કોઈ ઇમરજન્સી આવે અથવા કોઈ હોનારત સર્જાય તો તમામ વ્યવસ્થાઓ અગમચેતીના ભાગપે આરોગ્ય વિભાગ દ્રારા કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech