નેશનલ કરાટે ફેડરેશન દ્વારા રાજકોટ ખાતે વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં ભાવનગરના ખેલાડીઓએ જવલંત સિદ્ધિ મેળવી હતી. આ ટુર્નામેન્ટમાં ભારતના ૭ પશ્ચિમી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દીવ, દમણ અને ગોવાના ૪૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ.આ ચેમ્પિયનશિપમાં ભાવનગર સ્થિત કરાટે એકેડમી ઓફ જાપાન ગોજુરીયુ ઈન્ડિયાના ભાવનગર જિલ્લાના વિવિધ સેન્ટરોમાંથી ૪૨ જેટલા વિદ્યાર્થીઓએ સર્વોત્તમ પ્રદર્શન કરી ૫ ગોલ્ડ, ૧૪ સિલ્વર અને ૧૭ બ્રોન્ઝ એમ કુલ ૩૬ મેડલ જીત્યા હતા. આ ચેમ્પિયનશિપમાં એકેડમીના ૪ ઈન્સ્ટ્રક્ટર્સએ ટુર્નામેન્ટમાં રેફરી તરીકે પણ ફરજ બજાવેલ. વિદ્યાર્થીઓની આ જવલંત સફળતા માટે કરાટે એકેડમી ઓફ જાપાન ગોજુરીયુ ઈન્ડિયાના ચીફ ઇન્સ્ટ્રક્ટર પ્રદીપભાઈ પારેખે વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટાચૂંટણીમા આવતીકાલે યોજાશે મતદાન, જાણો આટલા મતદાન મથક પર યોજાશે મતદાન
November 12, 2024 10:53 PMવડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નોબેલ શાંતિ પુરસ્કાર' મળવો જોઈએ, દુનિયાના આ મોટા રોકાણકારે કરી માંગ
November 12, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech