વેરાવળ-પાટણની જીવાદોરી હીરણ-બે ડેમ ૪૩ વર્ષમાં ૪૧મી વખત છલકાયો

  • July 05, 2023 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળ-પાટણ શહેર તેમજ ઉદ્યોગીક એકમો મળી ૭ સંસ્થાઓ અને ૨૩ જેટલા ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી પુ‚ પાડતા હીરણ ડેમ-૨ છલકાતા ડેમનો બે દરવાજા અડધો ફુટ ખોલવામાં આવેલ છે અને નગરપાલિકા પ્રમુખ સહિતના સતાધીશોએ નવા નીરને વધાવેલ હતા. વેરાવળ-પ્રભાસપાટણ જોડીયા શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા હીરણ-૨ ડેમ પહેલા વરસાદમાં જ ભરાઈ જતાં નગલપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, નિલેશભાઈ વિઠલાણી, બાદલભાઈ હુંબલ, પરેશભાઈ કોટીયા સહિતના નગરસેવકો તથા ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડીયા, જેઠાભાઈ સોલંકી સહિતની ટીમે નવા નીરને વધાવી નાળીયેર વધેરી કંકુ ચોખા શાકરથી વધામણા કર્યા હતા. 


આ ડેમ ઉપર મદદનીશ એન્જીનીયર નિર્મલ સિંધલે અને નરેન્દ્રભાઈ પીઠીયા સતત કાર્યરત છે અને ડેમની વિગતો આપતા જણાવેલ હતું કે, ઉમરેઠી ખાતે આ ડેમનું બાંધકામ વર્ષ ૧૯૭૬માં થયેલ અને ૧૯૮૦થી આ ડેમમાં પાણીનો સંગ્રહ શ‚ થયો હતો. આ ડેમ વર્ષ ૨૦૦૨ તથા ૨૦૧૨માં છલકાયો ન હતો. જયારે બાકીના વર્ષો ચોમાસા દરમ્યાન છલકાયેલ રહેલ છે. આ ડેમનું લેવલ ૭૦.૭ મીટર છે અને ઉંડાઈ ૮.૩૩ મીટર તથા પાણીનો જીવંત પ્રવાહ ૩૧.૫૧૯ મીલીયન મીટર છે તથા ડેમમાં આવક ૫૭૨ કયુઝેક છે. હાલ ડેમ ૯૨ ટકા ભરાયેલ છે. અને ૮ ટકા બાકી રાખેલ છે. સલામતીનું રૂલ લેવલ જાળવવા ચોમાસાના પ્રારંભે આખો ભરાતો ન હોય તા.૧ ઓગષ્ટથી ૧૦૦ ટકા ભરાશે. 


આ ડેમની ડીઝાઈન ૫૦ વર્ષને અનુલક્ષી સરેરાશ ૯૧૫ મીટર કરાયેલ છે. જેમાં ૫૦ ટકાથી વધુ વરસાદ તો જુલાઈના પ્રારંભ સુધીમાં થયેલ છે. ડેમ ૪૩૪ મીટર કી.મી.માં ફેલાયેલ ચે અને જેની ક્ષમતા ૩૮.૫૮૧ મીલીયન ઘનમીટર છે. ડેમના દરવાજા ખુલ્યા બાદ પણ રાઉન્ડ ધ કલોક સિંચાઈ વિભાગ સ્ટાફ નજર રાખે છે. અને જળસપાટીમાં વધારો કે ફેરફાર થતા દરવાજા બંધ કરવાનું નકકી કરવામાં આવે છે. તેમજ ડેમના દરવાજા ખોલતા પહેલા ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવતા તાલાલા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા, સેમરવા, વેરાવળ તાલુકાના ભેરાળા, મંડોર, ઈશ્ર્વરીયા, ઈન્દ્રોય, નાવદ્રા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી, પ્રભાસપાટણ સહિત ૧૧ જેટલા ગામડાઓને જાણ કરી નદીના પટમાં ન જવા તથા પશુઓને દુર રાખવા જણાવ્યા બાદ જળપ્રવાહ છોડવામાં આવી રહેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application