પટેલ કોલોની વિસ્તારમાં દુકાનદારો દ્વારા વાહન પાર્કીંગ અડચણ: અસામાજીક તત્વો દ્વારા દખલગીરી

  • August 14, 2024 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પટેલ કોલોની વિસ્તારમાં દુકાનદારો દ્વારા વાહન પાર્કીંગ અડચણ: અસામાજીક તત્વો દ્વારા દખલગીરી


જામનગર પટેલ કોલોની વિસ્તારમાં શેરી નં. ૪ રોડ નં.૧ સેન્ટઆન્સ સ્કુલની પાછળ, આવેલ ખાણીપીણીની દુકાનો દ્વારા ગ્રાહકોનાં વાહનો અડચણ‚પ પાર્ક કરવામાં આવે છે તથા તેજ ગ્રાહકોમાં અમુક ગ્રાહકો અસામાજીક તત્વો જોવા મળે છે. તે અસામાજીક તત્વો દ્વારા રહેવાસીઓને દખલગીરી કરવામાં આવે છે. રહેવાસીઓ દ્વારા કમિશનરને આ બાબતે પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી છે.

પટેલ કોલોની શેરી નં. ૪ રોડ નં. ૧ પર આવેલ રહેવાસીઓએ પત્રમાં જણાવ્યું છે કે આસપાસનાં આવેલ ખાણીપીણી તથા અન્ય દુકાનોમાં આવતા ગ્રાહકો પોતાનાં વાહનો અમોને અડચણ‚પ થાય તથા એપાર્ટમેન્ટ પાસે રોડ ઉપર ટ્રાફીકની સમસ્યા ઉદભવે તે રીતે રાખે છે તે ઉપરાંત ગ્રાહકો પોતાની ફોરવ્હીલમાં બેસી નાસ્તો કરીને ગંદકી તથા ટ્રાફીકની સમસ્યા ઉદભવે છે. નાસ્તો કરવા આવનાર ગ્રાહકોમાં અમુક લુખ્ખા તત્વો પણ જોવા મળે છે. આ અંગે રહેવાસીઓ દ્વારા અનેક વખત રહેવાસીઓ દ્વારા દુકાનદારને વિનંતી કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ થયું નથી.

તા.૯-૮-૨૦૨૪નાં રોજ શુક્રવારે સાંજે રહેવાસી દ્વારા ટ્રાફીક પોલીસ બોલાવીને ફરજ પડાવી હતી. અને આ સમસ્યાને ફોટોગ્રાફ પાડીને એસ.પી. પ્રેમસુખ ડેલુને વોટસઅપ દ્વારા જણાવી રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત આ વિસ્તારમાં ટ્રાફીક પોલીસનું નિયમિત પેટ્રોલીંગ થાય તેવી રહેવાસી દ્વારા માંગણી કરવામાં આવી છે. આ સમસ્યાનું કાયમી ધોરણે સંતોષજનક નિરાકરણ થાય તે માટે તમામ અધિકારીને રહેવાસીઓએ રજુઆત કરેલ છે. આ સમસ્યાનું વારંવાર રજુઆત કરવા છતાં પણ તંત્ર તથા પોલીસ દ્વારા કોઇપણ જાતનું નિરાકરણ થતું નથી. જે દિવસે ફરિયાદ કરવામાં આવે તે દિવસે પોલીસ આવીને અડચણ‚પ વાહનો હટાવવાની કામગીરી કરે છે પણ બીજા દિવસે તે ને તે જ સમસ્યા દરરોજ માટે ઉભી રહે છે. તંત્ર તથા પોલીસ આ બાબતે ખાસ ઘ્યાન દોરવું જોઇએ તથા રહેવાસીઓને લુખ્ખા તત્વોનાં ત્રાસથી છુટકારો અપાવવો જોઇએ તેવી માંગ રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે. તથા કમિશનર પોલીસ અધિક્ષક અને કલેકટરને પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application