ગુજરાત રાજયના પોલીસ વડા વિકાસ સહાય આજે રાજકોટ આવ્યા હતા. તેમના આગમન પુર્વે જ બપોરના સમયે સીપી કચેરીમાંથી પોલીસ કર્મચારીઓના જ વાહનો ટોઈંગ વાન ટો કરી ગઈ હતી. એવું કહેવાયું છે કે, અધિકારીઓ આવતા હોવાથી સીપી કચેરી તથા ત્યાંનું પાકગ સાહેબોની ગાડીઓ પાર્ક કરાવવા ખાલી કરાવવાનું છે. સાહેબોની કાર માટે નાના કર્મચારીઓના ટુ વ્હીલર્સ ટો કરી જવાતા આવા કર્મચારીઓને કઠણાઈ થઈ પડી હતી.
સીપી કચેરી ખાતે આજે ડીજીપીની સૌરાષ્ટ્ર્રભરના રેંજ આઈજી, એસપી સાથે કોન્ફરન્સ આયોજીત કરાઈ હતી. ડીજીપી સહાય પ્રથમ સરકીટ હાઉસ પહોંચ્યા હતા. સીપી કચેરીએ અન્ય અધિકારીઓ પણ આવવાના હોવાથી તેમની સરકારી કાર્સ પાર્ક કરાવવા માટે સીપી ઓફિસનું રૂકવાળુ રેગ્યુલર પાકગ ખાલી કરાવાયું હતું. પાકગ સ્ટેન્ડમાં છાયામાં પડેલા પોલીસ કર્મચારીઓના ટુ વ્હીલર્સ વાહનો તો જેઓ હાજર હતા તેમણે ફટાફટ લઈ લીધા હતા.
જયારે કેટલાક કર્મચારીઓને તો ખ્યાલ ન હતો અથવા તો તેમના કે અન્યોના ટુ વ્હીલર્સ પાકગમાં પડયા હતા તેવા વાહનો ટ્રાફીક શાખાની ટોઈંગ વાન દ્રારા ટો કરી જવાયા હતા. સીપી કચેરીમાં જ પોલીસના વાહનો ઉઠાવી જવાતા કર્મચારીઓને આવા તાપમાં પોતાના વાહનો છોડાવવા દોડવું પડયું હતંુ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech