રાજકોટમાં શહેરીજનો મોસમના પહેલા વરસાદનો આનદં માણવાને બદલે શોકમાં ગરકાવ થઇ ગયા છે આવું પહેલી વખત બન્યું છે. હાલ સુધી અમદાવાદમાં રસ્તા ઉપર ભુવા પડે અને વાહનો તેમાં ગરકાવ થાય તેવું રાજકોટવાસીઓ હાલ સુધી ટીવી બુલેટિનમાં નિહાળતા હતા પરંતુ હવે રાજકોટએ પણ આ મામલે અમદાવાદની બરાબરી કરી લીધી છે અને હવે રાજકોટમાં પણ ચોમાસામાં ડામરરોડ ઉપર વાહનો ખૂંપી જવા લાગ્યા છે, હવે રાજકોટવાસીઓ ચોમાસામાં પોતાના વાહનો લઇને ઘર બહાર ફરવા નીકળતા ડરવા લાગ્યા છે. રાજકોટની મહાભ્રષ્ટ્રપાલિકા દ્રારા નિર્મિત ડામર રસ્તાઓમાં વાહનો ખૂંપવા લાગતા શહેરીજનોને હવે ચોમાસામાં ઘર બહાર નીકળવામાં જાનનું જોખમ લાગી રહ્યું છે.
પશ્ચિમ રાજકોટમાં વોર્ડ નં.૧૦ના મોટા મવા વિસ્તારની ચિ રેસિડેન્સી એરિયાના રોડમાં ગત સાંજે વરસાદ દરમિયાન એક સ્કૂલ બસ, એક ટેન્કર અને બે કાર સહિત કુલ ચાર–ચાર વાહનો ખૂંપી ગયા હતા. પશ્ચિમ રાજકોટમાં વોર્ડ નં.૮માં અમિન માર્ગ–૧૫૦ ફટ રોડ કોર્નર ઉપર જેડ બ્લુ શો–મની સામેના ભાગે આવેલા સબ વે રેસ્ટોરન્ટ પાસે બે કારના પાછલા ટાયર ડામર રસ્તામાં ખૂંપી ગયા હતા નાના મવા ચોક વિસ્તારમાં ઓવર બ્રિજ નીચે પાણી ગોઠણબુડ પાણી ભરાતાં બીઆરટીએસ બસ સેવાની ઇલેકિટ્રક બસ રસ્તા વચ્ચે બધં પડી ગઇ હતી. ૧૫૦ ફટ રિંગ રોડ ઉપર રૈયા ચોકડી, રૈયા ટેલિફોન એકસચેન્જ ચોક, બિગ બઝાર ચોક, નાના મવા ચોક, મવડી ચોકડી સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમિનમાર્ગ ઉપર જનકલ્યાણ ફાટક ચોક, એસ્ટ્રોન નાલું, પંચવટી રોડ, સૌરાષ્ટ્ર્ર કલા કેન્દ્ર મેઇન રોડને લાગુ જીવનનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મોસમના પહેલા વરસાદ સાથે સૌથી આશ્ચર્યજનક બાબત તો એ રહી હતી કે ફાયર બ્રિગેડના ફોન પણ લાગતા ન હતા. ફાયર બ્રિગેડનો ટોલ ફ્રી નં.૧૦૧ ઉપરાંત મુખ્ય ફાયર સ્ટેશનનો લેન્ડ લાઇન નંબર પણ કનેકટ થતો ન હતો. સામાન્ય રીતે દર વર્ષે તા.૧૫ જુનથી કાર્યરત થઇ જતો મોન્સૂન કન્ટ્રોલ મ પણ મહાપાલિકાએ આ વર્ષે હજુ સુધી શ કર્યેા ન હોય કે તેના નંબર પણ જાહેર કર્યા ન હોય પાણી ભરાયાની ફરિયાદો કયાં અને કોને કરવી ? તે મામલે પણ શહેરીજનો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech