જામનગરના ગુરૂદ્વારા સિંગ સભામાં વીર બાળ દિવસ ઉજવણી

  • December 27, 2024 11:10 AM 

ધારાસભ્ય, મેયર તેમજ શહેર ભાજપના અન્ય અગ્રણીઓ કીર્તનમાં જોડાયા


જામનગરના ગુરૂદ્વારા સિંગ સભામાં ગઈકાલે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી,અને વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.જેમાં ગઈકાલે રાત્રે યોજાયેલા કીર્તનના કાર્યક્રમના જામનગરના ધારાસભ્ય,મેયર તેમજ શહેર ભાજપના અન્ય હોદ્દેદારો જોડાયા હતા.


જામનગરના ગુરૂદ્વારા ગુરૂસીંઘ સભામાં ગઈકાલે વીર બાળ દિવસની ઉજવણી કરવામા આવી હતી. અને દિવસ દરમિયાન અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.


દરમિયાન ગઈકાલે રાત્રિના ૮.૦૦ વાગ્યાથી ૯.૩૦ સુધી કીર્તનનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, અને વિજયસિંહ જેઠવા, કોર્પોરેટર કુસુમબેન પંડ્યા, ધીરેનભાઈ મોનાણી, શિક્ષણ સમિતિ ના ચેરમેન પ્રકાશભાઈ કાકનાણી તેમજ શહેર ભાજપના અન્ય હોદ્દેદારો- કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.અને કીર્તન કર્યું હતું.


સત્ય ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કાજે પોતાના પ્રાણી આપનારા ગુરૂ ગોવિંદસિંઘજીના પુત્ર સાહીબજાદા જોરાવરસિંઘજી અને ફતેસિંઘજી ના બલિદાન દિવસને વીર બાળ દિવસ તરીકે ઉજવવા માટેનું ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું હતું,તે અનુસાર ગઈકાલે શહેર ભાજપના અગ્રણીઓ વીર બાળ દિવસની ઉજવણીમાં કીર્તનના કાર્યક્રમમાં જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application