પોરબંદરના વિકાસના સ્વપ્નદ્રષ્ટા એવા ધારાસભ્ય સ્વ. વસનજી ખેરાજ ઠકરારની પુણ્યતિથિ નિમિત્તે જલારામ સેવાદળ દ્વારા તેમને હિન્દુ સ્મશાનભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી તેની સાથોસાથ તેમના ગૌરવવંતા ઇતિહાસને પણ યાદ કરવામાં આવ્યો હતો.
વસનજીભાઇનું યોગદાન મહત્વનું
કેતનભાઇ કોટેચાએ વસનજીભાઇના ઇતિહાસને અને પોરબંદર માટે આપેલા યોગદાનને વર્ણવતા જણાવ્યુ હતુ કે મહાત્મા ગાંધીની જન્મભૂમિથી ચૂંટાઇને ગાંધીનગર પહોંચેલા પોપટભાઇનો એક અલગ માભો વિધાનસભામાં જોવા મળતો હતો. આ સમયે પોરબંદરમાં ગેંગવોરની શઆત થઇ નહોતી. પોરબંદરના રાણો, પાણો અને ભાણોની ઓળખ વિશ્ર્વભરમાં જોવા મળતી હતી. આ ઓળખ અનુપ વિકાસના કાર્યો કરવામાં પોપટભાઇ કકકડે ખુબ મહેનત કરી હતી. પોતાની પ્રથમ ટર્મમાં તેમણે લોકઉપયોગી કાર્યો ખૂબ કર્યા હતા. તેમની આ કાર્યપધ્ધતિને પગલે લોકોએ તેમને બીજી વખત ૧૯૬૭માં ફરી જીતાડી વિધાનસભા મોકલ્યા હતા. આ વખતે પોપટલાલે જે નેતાને હારનો સ્વાદ ચખાડયો તેમને આવનારા એક દાયકા સુધી પોરબંદર શહેર પર વર્ચસ્વ જમાવ્યુ હતુ.
રાજકારણમાં એકકો ગણાતા
પોરબંદરના આ રાજનેતા વસનજી ખેરાજ ઠકરાર હતા. વસનજી ૭૦થી ૮૦ના દાયકા સુધી પોરબંદરના રાજકારણમાં હુકમનો એક્કો ગણાતા. આ એ સમય હતો જ્યારે પોરબંદર નગરપાલિકામાં માથાભારે લોકોની સંડોવણી નહીવત હતી. જો કે ૧૯૭૦માં સમાજના અન્યાય સામે લડનારા બહાદુર લોકોની મદદથી રાજકારણમાં કઇ રીતે દબદબો બનાવી શકાય તેવો વિચાર રાજનેતા વસનજી ખેરાજ ઠકરારને આવ્યો
નગરાપાલિકાના રાજકારણમાં ખૂબ સફળ રહ્યા
તેઓ પોરબંદર નગરપાલિકામાં સમયાંતરે ચાર વખત પ્રમુખપદ ભોગવવામાં સફળ રહ્યા. તેઓ પહેલી વખતે ૧ જુલાઇ ૧૯૭૦ થી ૧૫ ડિસેમ્બર ૧૯૭૧ સુધી નગરપાલિકાના પ્રમુખ બન્યા. વસનજીએ શહેરીજનો માટે સીટીબસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે આધુનિક સુખ સુવિધાના સાધનોનો અભાવ રહેતો તે સમયે શહેરીજનો ઓછા ખર્ચે કોઇપણ સ્થળે જઇ શકે તે માટે સીટીબસ સેવાનો વિચાર વસનજીને આવ્યો હતો. નગરપાલિકાના ખર્ચે જુની એસ.ટી. બસ લાવી લોકોની સુવિધામાં વધારો કર્યો, જેને ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો હતો.
પાલિકા પ્રમુખ તરીકે અનેક વિકાસકામો કરાવ્યા
લોકો પરિવાર સાથે ફરી શકે તે માટે તેમણે શહેરના પેરેડાઇઝ ચોકમાં તે સમયે આધુનિક ત્રણ ફૂવારાનું નિર્માણ કર્યુ. આ ફૂવારાની યોગ્ય ડિઝાઇન બનાવી શકાય તે માટે કારીગરોને ખાસ ઉદયપુરથી મોકલવામાં આવ્યા હતા. વસનજી ઠકરાર ખુબજ સુખી પરિવારમાંથી આવતા હતા. તેઓ સારી રાજકીય સુઝબુઝ ધરાવતા નેતા હોય સમાજના અન્યાય સામે લડનારા બહાદુર લોકો પણ તેમને પૂછયા વગર કોઇ કામગીરી કરતા નહીં. શહેરની ગેંગોના તમામ સભ્યો વસનજીને ખૂબ આદર આપતા. વસનજી ઠકરાર ૧ જુલાઇ ૧૯૭૨ના રોજ નગરપાલિકામાં ૮માં પ્રમુખ બન્યા બાદ શહેરના વિકાસનો ખરા અર્થમાં પાયો નાખ્યો. હિન્દુ-મુસ્લિમ વચ્ચે ચાલતા સ્મશાન અને કબ્રસ્તાનની દિવાલનો મુદ્ો શહેરમાં ખૂબ ચર્ચાસ્પદ બનેલો. સ્મશાનને મોટુ કરવા કબ્રસ્તાની દિવાલ તોડવી જરી હતી. આ મુદ્ે કોઇ નમતુ જોખવા તૈયાર નહોતું ત્યારે આ વિવાદને કોઇપણ જાતની શરતો વગર તેમની વચ્ચે ઉકેલ લાવવામાં આવ્યો હતો. કોઠાસુઝ ધરાવતા વસનજી આ વિવાદમાં બંને ધર્મના આગેવાનો સાથે બેસી સુખદ ઉકેલ લાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી જેના કારણે ધર્મમાં તેમનું માન-સન્માન વધી ગયુ હતુ. વસનજી ખૂબ હોશિયાર રાજનેતા અને વેપારી હતા. મુખ્ય લોકોને તેઓ સાચવતા હતા. દરેક ધર્મના લોકોને તેઓ સાચવતા જેથી કરીને શહેરમાં તેમનો દબદબો જળવાઇ રહે. વસનજીએ પોતાના બે વર્ષના શાસન દરમિયાન શહેરના વિકાસ માટે અનેક ગામો કર્યા હતા. તેમણે ભવિષ્યની પેઢી સુશિક્ષિત બને તે માટે નગરપાલિકા દ્વારા સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળા પણ શ કરી હતી. શહેરીજનો માટે અનેક સુવિધાઓ વસાવી વસનજી ઠકરાર સમય અને પરિસ્થિતિને અનુકૂળ કામ કરતા રાજનેતા હતા. વિધાનસભામાં બે વખત હાર મળ્યા બાદ વસનજી જાણી ગયા હતા કે જો રાજકારણમાં લાંબો સમય સુધી ટકી રહેવું હોય તો લોકો જેનાથી ડરતા હોય તેવા સમાજના અન્યાય સામે લડનારા બહાદુર લોકોને પોતાની સાથે રાખવા જરી છે. તેમણે આ રાજમંત્ર નગરપાલિકાની રાજનીતિ માટે ખૂબ સારી રીતે અમલી બનાવ્યો.
૧૯૭૨થી ૧૯૭૪ સુધીના બે વર્ષ સુધી વસનજી પોરબંદર નગરપાલિકાના પ્રમુખ તરીકે રહ્યા અને આ રીતે પોતાનું વર્ચસ્વ વધારી રાજનેતા તરીકે એક અલગ છાપ ઉભી કરી. પાલિકાના રાજકારણમાં હવે હુકમનો એકકો ગણાવા લાગ્યા હતા. તેમની રાજકીય વગ દિલ્હી સુધી હતી. મોટા ગજાના નેતાઓ સાથે તેમનો ઘરોબો વધતો ગયો પરિણામે પોરબંદર જેવા નાના શહેરમાં તેમના આમંત્રણને માન આપી દિલ્હીના નેતાઓ તેમના મહેમાન બનતા. દિગ્ગજ નેતા અને બાદમાં દેશના પ્રધાનમંત્રી બનેલા ચંદ્રશેખર પોરબંદરના મહેમાન બન્યા હતા. સુદામાચોકમાં ચંદ્રશેખરને સાંભળવા માટે મોટી જનમેદની ઉમટી હતી. વસનજી દિલ્હીથી ચંદ્રશેખરને બોલાવી સભા કરતા તેમની એક અલગ છાપ ઉભી કરવામાં સફળ રહ્યા. ૧૯૭૫માં તેઓ ધારાસભ્ય તરીકે પણ સેવા આપી ચૂકયા છે.
મિત્રો, આજે વસનજીભાઇના વિચારો દરેક લોહાણા યુવકોના દિલમાં હોવા જોઇએ અને મિત્રો વસનજીભાઇને સાચી શ્રધ્ધાંજલી એ છે કે તેના વિચારો પ્રમાણે નિર્ભય અને નીડર બનીને જીવવુ વસનજીભાઇ ભલે આપણી વચ્ચે નથી પણ એક વિચારધારા પે દરેક યુવાનોના દિલમાં જીવંત છે તેમ એડવોકેટ કેતનભાઇ કોટીયાએ જણાવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech