ખંભાળિયામાં લોહાણા મહિલા મિત્ર મંડળ દ્વારા વસાણા હરીફાઈ

  • January 01, 2025 10:05 AM 

ખંભાળિયામાં લોહાણા મહિલા મિત્ર મંડળ દ્વારા નવી લોહાણા મહાજન વાડી ખાતે શિયાળુ સ્પેશિયલ વસાણા વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે તુલસી માતાનું પૂજન અને આરતીનું પણ આયોજન કરાયું હતું.


આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકા પ્રમુખના રચનાબેન મોટાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રચનાબેને મહિલાઓને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સાથે કાર્યકર્તા મહિલાઓને બિરદાવી હતી.


આ અનોખા કાર્યક્રમમાં 30 થી વધુ રઘુવંશી મહિલાઓ દ્વારા 45 થી વધારે વિવિધ શિયાળુ વાનગીઓ બનાવવામાં આવી. જે ખૂબ જ આકર્ષણરૂપ બની રહી હતી.


તુલસી માતાના પૂજન અને આરતી સાથે ધાર્મિક ભાવને જીવંત કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ ક્રમે હેતલબેન પાઉ, દ્વિતીય બંસીબેન રાજાણી અને તૃતીય વૈશાલીબેન પોપટને મેડલ તેમજ સર્ટિફિકેટ સાથે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ મહિલાઓને લોહાણા મહિલા મિત્ર મંડળ તેમજ પારૂલબેન પાબારી, ધર્માબેન કાનાણી, હર્ષાબેન કાનાણી, નીતાબેન બદિયાણી તેમજ વૈશાલીબેન કાનાણી તરફથી સ્મૃતિભેટ આપવામાં આવી હતી.


સમગ્ર ટીમ તરફથી ભાગ લેનાર તમામ રઘુવંશી મહિલાઓ તેમજ નિર્ણાયક તરીકે સેવા આપનારનો આભાર માનવામાં આવ્યો હતો. આ આયોજન મહિલાઓમાં ઉત્સાહ અને પરિશ્રમથી યાદગાર બની રહ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application