1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત ફિલ્મ બોર્ડર 1997ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. જેપી દત્તા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સની દેઓલ, સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ અને અક્ષય ખન્ના જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં હતા. બોર્ડર લગભગ 29 વર્ષ પછી સિક્વલ બનવા જઈ રહી છે.
થોડા સમય પહેલા મેકર્સે બોર્ડર 2ની જાહેરાત કરી હતી. ફિલ્મમાં સની દેઓલનો રોલ કન્ફર્મ છે પરંતુ અન્ય નવા ચહેરા જોવા મળશે. પહેલા સમાચાર હતા કે ડ્રીમ ગર્લ અભિનેતા આયુષ્માન ખુરાના સની દેઓલની સાથે એક સૈનિકના રોલમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે પરંતુ હવે તે આ ફિલ્મમાંથી બહાર થઈ ગયો છે. તેનું સ્થાન બોલિવૂડના 'ભેડિયા'એ લીધું છે.
બોર્ડર 2માં વરુણ ધવન એક સૈનિકની ભૂમિકામાં જોવા મળશે
આયુષ્માન ખુરાનાએ જ્યારથી આ ફિલ્મનો ઇનકાર કર્યો ત્યારથી એવી અટકળો વહેતી થઈ હતી કે વરુણ ધવનને બોર્ડર 2માં સાઈન કરવામાં આવ્યો છે. હવે ભેડિયા સ્ટાર વરુણ ધવને આજે એક જાહેરાત વીડિયો સાથે બોર્ડર 2માં તેની એન્ટ્રીની પુષ્ટિ કરી છે. તેણે સોશિયલ મીડિયા પર એક જાહેરાતનો વીડિયો શેર કર્યો છે અને ફિલ્મ સાથે જોડાયેલા હોવાની ખુશી વ્યક્ત કરી છે.
બોર્ડર 2ની જાહેરાતનો વીડિયો શેર કરતી વખતે વરુણ ધવને લખ્યું કે "હું 4થા ધોરણમાં હતો, જ્યારે હું ચંદન સિનેમા ગયો અને બોર્ડર જોયું અને તેની મારા પર ખૂબ જ અસર પડી. મને હજુ પણ યાદ છે કે હૉલમાં અમે બધાએ કેવી રીતે રાષ્ટ્રીય ગૌરવ અનુભવ્યું હતું. ત્યારથી મેં તેમને આઈડલ બનાવવાનું શરૂ કર્યું અને આજે પણ હું તેમને સલામ કરું છું કે તેઓ કેવી રીતે આપણી સુરક્ષા કરે છે અને આપણી બોર્ડર પર અથવા કુદરતી આફતો દરમિયાન આપણને સુરક્ષિત રાખે છે."
વરુણ ધવને આગળ કહ્યું કે “જેપી સર અને ભૂષણ કુમાર દ્વારા નિર્મિત ફિલ્મ હજુ પણ મારી ફેવરીટ છે. જેપી સર અને ભૂષણ કુમાર દ્વારા નિર્મિત બોર્ડર 2માં કામ કરવું એ મારા કરિયરની એક ખાસ મૂવી હશે. મને સની પાજી સાથે કામ કરવાની તક મળશે, જેનાથી તે વધુ ખાસ બની જશે. હું એવા ફિલ્મને બોક્સ ઓફીસ પર લાવવા માટે વધુ ઉત્સાહિત છું, જે ભારતની સૌથી મોટી વોર ફિલ્મ હોવાનો દાવો છે.”
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMપોલીસે દારુની ભઠ્ઠીનો નાશ કરી વનવિભાગનું વધુ એક વખત નાક કાપ્યુ !
December 23, 2024 02:31 PMકમલાબાગ પોલીસ સ્ટેશન પાસે હવે ‘હીટ એન્ડ ફન’ ની વિચિત્ર ઘટના બની!
December 23, 2024 02:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech