જામનગર તા.૧૫ જાન્યુઆરી, દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧૪/૦૧/૨૦૨૫ થી તા.૩૦/૦૧/૨૦૨૫ સુધી જામનગર જીલ્લામાં "પ્રાણી કલ્યાણ પખવાડીયા-૨૦૨૫"ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સમય દરમ્યાન પશુપાલન ખાતા/સંસ્થાઓ દ્વારા બિમાર અને ઘાયલ પશુઓ માટે સારવાર કેમ્પ, વંધ્યત્વ નિવારણ કેમ્પ, એરેબીસ કંટ્રોલ પ્રોગ્રામ, તાલીમ શિબિર કરવામાં આવશે. જેમાં પ્રાણી કલ્યાણ અને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ, પ્રાણી કલ્યાણ તથા પ્રાણી કૃરતા નિવારણ અંગેના કાયદા, દયા રાખવા મહત્વ આપવું અને પ્રાણીઓની આપણા જીવનમાં ઉપયોગીતા વિશે ચર્ચાઓ તેમજ સૂચન તથા માર્ગદર્શન આપવામાં આવશે.
ઉપરાંત રસ્તામાં રખડતા પ્રાણીઓ ખોરાકમાં પ્લાસ્ટીકની કોથળીઓ ખાય છે. તેથી આવી કોથળીઓ ખાવાના કારણે પશુના આરોગ્યને ખૂબજ નુકસાન થાય છે. કેટલાક સંજોગોમાં પશુનું મૃત્યુ પણ થવાની શક્યતા રહેલ છે તે બાબત પર આપ સૌં નાગરીકો ઘરનો કચરો, રસોડાનો વધેલો ખોરાક એઠવાડ પ્લાસ્ટીકની કોથળીમાં ભરીને જાહેર રસ્તા પર ન ફેંકવા તેમજ ફળો અને શાકભાજીના વેપારીઓ દ્વારા વપરાતી પ્લાસ્ટિકની થેલીઓ કચરા સાથે ન નાખવા નાયબ પશુપાલન નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech