ગાંધીનગરના રૂપાલ ગામ ખાતે આવેલા વિશ્વ પ્રસિધ્ધ વરદાયનિ માતાજીના મંદિરે પલ્લ ીનો મેળો શ ઙ્ખયો છે. આ પલ્લ ીના મેળાના સુચારું આયોજન અર્થે ગાંધીનગર જિલ્લ ા કલેકટર મેહુલ દવેના માર્ગદર્શનમાં જિલ્લ ા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. મેળા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત અને સઘન પોલીસ સુરક્ષા વ્યવસ્થા સાથે શ્રદ્ધાળુઓ માટે વિશેષ એસટી બસોની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. મેળામાં ભેળસેળિયું ઘી વેચાણ અટકાવવા ખાસ ફૂડ સેફ્ટી ની ટીમ તેનાત કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લ ામાં આવેલું રૂપાલ ગામનું વરદાયિની માતાજીનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર ખાતે દર વર્ષે યોજાતો પલ્લ ીનો મેળો વિશ્વભરમાં સુપ્રસિધ્ધ છે. મેળામાં પલ્લ ી રથ પટ ઘી ચડાવવાની પ્રથા છે જેના કારણે લાખો લીટર ઘીનું વેચાણ થાય છે. જિલ્લ ા વહીવટી તંત્ર દ્વારા મેળામાં ભેળસેળિયું ઘીનું વેચાણના થાય અને ભાવિકોની આસ્થા સચવાય તે માટે આજથી જ પગલાં લેવામાં આવ્યાં છે.
આ ઉપરાંત સમગ્ર મેળા મેળા માટે ખાસ બસની વ્યવસ્થા કરવામા આવી છે.દરમ્યાન શાંતિ જળવાઇ રહે અને સુલેહનો ભંગ ન થાય તે માટે ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તેની સાથે ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં માતાજીની પલ્લ ીના દર્શન કરી શકે તેવી સુચારું વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને મેળા દરમ્યાન પ્રાથમિક સારવાર કેન્દ્ર ઉભા કરી તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી દવાઓનો પૂરતો જથ્થો રાખવા પણ તકેદારી લેવામાં આવી છે. પલ્લ ીમેળા દરમ્યાન 15 મેડીકલ સ્ટાફ સાથે તથા ત્રણ ડર્કિટર રાઉન્ડ ઘ કલોક ફરજ પર રહેશે. આ મેડીકલ ટીમ લાયબ્રેરી પાસે, માતાજીના મંદિર પાસે અને વેરાઇ મંદિરની સામે રાખવામાં આવશે. તેમજ 108ની ત્રણ એમ્બ્યુલન્સ તથા ફર્સ્ટ એઇડના ત્રણ પોઇન્ટ રહેશે જેમાં એક પોઇન્ટ માતાના મંદિરમાં, બીજો પોઇન્ટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્રીજો પોઇન્ટ આંગવાડી કેન્દ્ર ખાતે રાખવામાં આવશે. મેળામાં ગુણવત્તા યુક્ત ખાધ ખોરાકનું વિતરણ થાય તેની પણ તકેદારી રાખવામાં આવી છે.
ભક્તોને સ્થળ ઉપર સરળતાથી જઇ શકે તે માટે કલોલ, ગાંધીનગર અને માણસા ડેપો મેનેજરોને ખાસ બસની સુવિધા ઉભી કરવા જણાવ્યું હતું. મેળાની નજીકમાં એસ.ટી. સ્ટેન્ડ બનાવવા આવ્યું છે. તેની સાથે પોતાનું વાહન લઇ આવતાં દર્શનાર્થીઓને તેમના વાહન પાર્કિંગ કરી શકે તે માટે ખાસ પાર્કિંગ સુવિધા ઉભી કરવામાં આવી છે. પલ્લ ીના મેળા દરમ્યાન આવતાં ભક્તોને પીવાનું શુધ્ધ પાણી સરળતાથી મળી રહે તે માટે કરવા સાથે આરોગ્યની જાળવણી માટે ગામના તમામ વિસ્તારમાં સ્વચ્છતા કરાવી અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. પલ્લ ીના મેળા દરમ્યાન વીજ પુરવઠામાં કોઇ બ્રેક ન પડે તેમજ જરૂર જણાય ત્યાં વીજની સુવિધા હંગામી કરી આપવા માટે યુ.જી.વી.સી.એલ.ને સચના આપવામા આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech