વાંકાનેર શહેર ખાતે જન્માષ્ટ્રમી તહેવાર નિમિતે નૌમ, દશમ મેળાના મેદાનની વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે જાહેરમાં હરાજી કરવામાં આવી હતી. જેમાં કુલ સાત પાર્ટીઓ દ્રારા ભાગ લેવામાં આવ્યો હતો અને બોલી બોલવામાં આવી હતી. જેમાં લોકમેળા માટેનું મેદાન ફકત ત્રણ બોલી બાદ રૂા.૧૮ લાખની બોલી સાથે જય ગોપાલ ટ્રેડીંગના ફાળે આવ્યું હતું.
નગરપાલિકા કચેરી ખાતે બપોરે ૧૨ વાગ્યે ચીફ ઓફિસર ગિરીશ સરૈયા તથા વહીવટદાર અને મામલતદાર યુ.વી.કાનાણીની અધ્યક્ષતામાં યોજાયેલ જાહેર હરાજીમાં કુલ સાત પાર્ટીએ બોલી લગાવી હતી. જેમાં ૩.૧૦ લાખની બેઝપ્રાઈઝ ધરાવતા ગ્રાઉન્ડ માટે પ્રથમ બોલી ગ્લોબલ ડેવલપમેન્ટ દ્રારા ૩.૨૫ લાખ, બીજી બોલી અમરનાથ ટે્રડર્સ દ્રારા ૩.૫૦ લાખ અને ત્રીજી બોલી જય ગોપાલ ટ્રેડીંગ દ્રારા ૧૮ લાખ લગાવી હતી. જેમાં ત્રણ રાઉન્ડ સુધી કોઈએ બોલી ન લગાવતા મેળા માટેનું મેદાન નગરપાલિકા દ્રારા જય ગોપાલ ટ્રેડીંગને આપવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લ ેખનીય છે કે, આ ગ્રાઉન્ડ માટે આગામી દિવસોમાં જો બોલી લગાવનાર દાવેદાર દ્રારા નગરપાલિકામાં બોલીની રકમ જમા કરાવવામાં નહીં આવે તો તેને રદ કરી તેનાથી નીચે બોલી લગાવનારને આ ગ્રાઉન્ડ આપવામાં આવશે તેમ હરાજી કરનાર અધિકારી દ્રારા જણાવાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૯૭મા ઓસ્કાર નોમિનેશનની કાલે જાહેરાત્ત
January 22, 2025 03:21 PMલિસ્ટિંગ પહેલાં IPO શેરમાં ટ્રેડિંગની મંજૂરી આપવા વિચારણા
January 22, 2025 03:19 PMCM યોગી અને તમામ મંત્રીઓએ કુંભમાં ડૂબકી લગાવી, ગંગા પૂજા કરી; કેબિનેટમાં લેવાયા મોટા નિર્ણયો
January 22, 2025 03:10 PMવનતારામાં લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવેલા ૨૦ હાથીઓને કાયમી ઘર મળશે
January 22, 2025 03:10 PMકોલ્ડપ્લેનો ક્રેઝ: મુંબઈથી અમદાવાદ પહોંચવા ફલાઈટ ટિકિટના રૂા.૨૨૦૦૦
January 22, 2025 03:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech