શહેરમાં લુખ્ખા અને માથાભારે તત્વોને પોલીસનો કોઈ ખૌફ જ ન રહ્યો હોય તે વાતની પ્રતીતિ કરાવતો વધુ એક બનાવ સામે આવ્યો છે. શહેરના હરીધવા મેઇન રોડ પર આવેલા ભવનાથના ખૂણે અમૂલ પાર્લરમાં બન્યો હતો. કેટલાક શખસોને આ વિસ્તારમાં કોઈ સાથે માથાકૂટ થઈ જેથી તેઓ અહીં ગાળો બોલતા હોય અમૂલ પાર્લર સંચાલક વૃદ્ધે તેમને આ બાબતે ટપારતા થોડીવાર બાદ તેઓ ધોકા સહિતના હથિયાર સાથે અને ધસી આવી તોડફોડ કરી હતી. વૃદ્ધને ધોકા વડે માર મારી હાથ ભાંગી નાખ્યો હતો. આ અંગે પોલીસે ત્રણ અજાણ્યા શખસો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તેમને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હરિધવા મેઇન રોડ પર ભવનાથ મેઈન રોડના ખૂણે રહેતા રાઘવભાઈ નાથાભાઈ ગાજીપરા (ઉ.વ 63) દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ કરે છે અને રાતના સમયે અહીં તેના ઘર પાસે જ આવેલા અમુલ કુલ ક્રીમ પાર્લર કે જે તેમનો પુત્ર કાર્તિક ચલાવતો હોય તેમને જમવાના સમયે છોડાવવા માટે આવે છે.
ગઈકાલ રાત્રિના 10:30 વાગ્યે આસપાસ તેઓ અહીં પાર્લરે આવ્યા હતા ત્યારે તે તથા તેમનો પુત્ર કાર્તિક અને પાર્લરમાં કામ કરનાર અક્ષય ત્રણે હાજર હોય દરમિયાન અહીં કેટલાક શખસો જેમને અહીં કોઈ સાથે માથાકૂટ થઈ હોય તેવો ગાળાગાળી કરતા હતા જેથી વૃદ્ધ તેમને અહીં ગાળો ન બોલવા કહ્યું હતું ત્યારે આ શખસે થોડી વાર રાહ જો હમણાં આવું છું તેમ કહી ચાલ્યો ગયો હતો.
થોડીવાર બાદ ત્રણેય શખસો ધોકા સહિતના હથિયારો સાથે અહીં ધસી આવ્યા હતા અને પાર્લરમાં બેફામ તોડફોડ કરવા લાગ્યા હતા. જેમાં તેમણે પાર્લરના કાચ તથા થડાના ભાગનો કાચ, પફ રાખવાના મશીન, ફ્રીજમાં તોડફોડ કરી હતી. વૃદ્ધ સમજાવવા જતા તેમને પણ ધોકાના ઘા ફટકાયર્િ હતાં. બાદમાં આ શખસો અહીંથી નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા હુમલમાં વૃધ્ધને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. આ અંગે વૃદ્ધની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે ત્રણેય અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech