ભાવનગર નીલમબાગ પોલીસે શહેરના વડવા વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક.શખ્સને ઝડપી લીધો હતો. વડવા વિસ્તારમાં આવેલા જૂની શાકમાર્કેટ પાસે શખ્સના કબ્જામાં રખાયેલી વિદેશી દારૂની બોટલ નંગ ૯૬ કિંમત રૂપિયા ૯૬૦૦ અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૧૭,૬૦૦ નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર નિલમબાગ પોલીસ સ્ટાફ પોતાના પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન ખાનગી રહે હકિકત મળેલ કે ભાવનગર વડવા પાળીયાધાર જુની શાક માર્કેટ મેલડીમાતાના મંદીરના ઓટલા પાસે સાજનભાઈ ઉર્ફ બીચ્છુ ગીરીશભાઈ બારૈયા ઇંગ્લીશ દારૂની વેચાણ કરે છે. જે બાતમીના આધારે જગ્યાએ જઈ રેઇડ કરતા સાજનભાઈ ઉર્ફે બીચ્છુ ગીરીશભાઈ બારૈયાને ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૯૬ સાથે ઝડપી લીધો હતો. પોલીસે રેડ કરી વિદેશી દારૂની બોટલ નંગ ૯૬ જેની કિંમત રૂપિયા ૯૬૦૦ અને એક મોબાઈલ જેની કિંમત રૂપિયા ૮૦૦૦ મળી કુલ રૂપિયા ૧૭,૬૦૦ નો મુદ્દામાલ કબજે કરી શખ્સ વિરુદ્ધ પ્રોહીબીશનની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMએક્ઝિટ પોલના આંકડા વિશે ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, 'હરિયાણા વિશે બોલવાની મનાઈ છે'
October 06, 2024 01:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech