વડોદરાને મળ્યા નવા મેયર..જાણો કોના નામ પર લાગી મહોર

  • March 10, 2023 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વડોદરાને આજે નવા મેયર મળ્યા છે. આજે સવારે સામાન્ય સભામાં મેયરની ચૂંટણી બાદ નિલેશ રાઠોડનું નવા મેયર તરીકેનું નામ જાહેર કરાયું છે.  કેયૂર રોકડિયા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હોવાથી તેમણે મેયર પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારે હવે મેયરની ખુરશી નિલેશ રાઠોડને સોંપવામાં આવી છે.
​​​​​​​


 વડોદરાના મેયર તરીકે નિલેશ રાઠોડની વરણી કરાઈ છે. નિલેશ રાઠોડ વડોદરાના 26માં મેયર બન્યા છે. મહત્વનું છે કે, વડોદરાના મેયર કેયુર રોકડિયા કે જેઓ સયાજીગંજ બેઠકના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જેથી તેમણે ગત 21 ફેબ્રુઆરીએ તેમણે મેયર પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે તેમનું રાજીનામું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સેક્રેટરી ચિંતન દેસાઈને સોંપ્યુ હતું. જે બાદ નવા મેયર કોણ બનેશે તેના પર સૌની નજર મંડાયેલી છે. મેયર તરીકે નિલેશ રાઠોડની વરણી કરાઈ છે. તેઓ 20 સપ્ટેમ્બર સુધી એટલે કે 6 મહિના સુધી જ મેયરનો કાર્યકાળ સંભાળશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application