વડિયામાં એમવીસીસી કેબલ નાખવાની કામગીરી કરવાની હોવાથી શનિવારે પીજીવીસીએલના તત્રં દ્રારા રવિવારે સવારે ૭:૩૦થી બપોરે ૨:૦૦ વાગ્યાં સુધી વીજ પુરવઠો બધં રહેવાની જાહેરાત સોશ્યલ મીડિયામા કરેલ હતી. આ કામગીરી વડિયા ગામના ચોક્કસ વિસ્તારમાં તબક્કા વાર કરવામાં આવે ત્યારે એક વિસ્તારનો વીજ પુરવઠો બધં કરી અન્ય વિસ્તારમાં વીજ પુરવઠો આપી આ કામગીરી કરી શકાય. ત્યારે લાખોનો પગાર લેતા અધિકારીઓની આયોજન વગરની કામગીરીના કારણે સમગ્ર વડિયા ગામમાં વીજ પુરવઠો બધં કરવામાં આવતા રવિવારના દિવસે મર્તુક પાંચમ હોવાથી વડિયાના અનેક ઘરે સામાજિક પ્રસંગો હતા આ પ્રાસંગોમાં આવેલા મહેમાનો અને નાના બાળકો આયોજન વગરની કામગીરી થી પીજીવીસીએલ તંત્રના પાપે સમગ્ર દિવસ ભાદરવા મહિનાના બળ બળતા તાપની ગરમીમાં શેકાયા હતા. તો પીજીવીસીલ અને ગ્રામપંચાયતના તંત્રને ચોમાસુ પૂર્ણ થયા પછી પ્રિ મોન્સૂન કામગીરી બાબતે ડહાપણ સુજતા તેમણે અમરેલી રોડ પર આવેલા પીપરના ઝાડની નડતર પ ડાળીઓ કાપવાની સ્થાનિક મામલતદાર પાસેથી મંજૂરી લઇને કોઈ આયોજન વગર આખી પીપરનુ ઝાડ જ અડધેથી કાપી નાખતા આ ઝાડની મોટી ડાળીઓ પાસે પસાર થતી વીજ લાઈન પર પડતા લોખંડના વીજપોલ બેન્ડ વળી જમીન દોસ્ત બનતા ફરી વીજ પુરવઠો ખોરાવતા વિજતત્રં આ કામગીરીમાં લાગતા સવારે ૭:૩૦થી સાંજે ૭:૦૦ સુધી આખો દિવસ વડીયા વાસીઓને બળબળતા તાપ અને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો. આ પીપર ના વૃક્ષ કાપવા બાબતે સ્થાનિક ઇન્ચાર્જ મામલતદાર નો સંપર્ક કરતા તેમણે ફકત નડતર પ ડાળીઓ કાપવાની મંજૂરી આપી હોવાનુ જણાવ્યું હતું આખુ વૃક્ષ જમીન દોસ્ત કરતા પર્યાવરણ પ્રેમીઓમાં પણ ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે સ્થાનિક તંત્રના અધિકારીઓએ આ વૃક્ષ મંજૂરી થી વધારે કપાયું હશે તો પગલા લેવાના આવશે તેવુ જણાવ્યું હતુ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMદર્દીના પરિવારને એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની CD આપવી ફરજિયાત, જાણો PMJAY યોજનાની નવી SOP
December 23, 2024 01:14 PMમહાપ્રુભજીની બેઠકમાં ભવ્ય અન્નકુટ દર્શન યોજાયા
December 23, 2024 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech