બિગ બોસ ઓટીટી 3માંથી વડાપાવ ગર્લ ચંદ્રિકા દીક્ષિત બહાર

  • July 16, 2024 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિગ બોસ ઓટીટી 3માં દર અઠવાડિયે એક કે બે સ્પર્ધકોની સફર પૂરી થાય છે. અત્યાર સુધી ચાર સ્પર્ધકોએ શોને બાય-બાય કહ્યું છે. જેમાં પાયલ મલિક, પૌલામી દાસ, નીરજ ગોયત અને મુનિષા ખટવાણીના નામ સામેલ છે. હવે શોમાંથી બહાર થનાર આગામી સ્પર્ધકનું નામ પણ સામે આવ્યું છે. આ વખતે ચંદ્રિકા ગેરા દીક્ષિત બહાર થઈ ગઈ હતી. દિલ્હીની વડાપાવ ગર્લ તરીકે પ્રખ્યાત ચંદ્રિકાને બિગ બોસ ઓટીટી 3ની મજબૂત સ્પર્ધક માનવામાં આવતી હતી. શોમાં તે ઘણીવાર વિશાલ પાંડે સાથે ઝઘડા કરતી જોવા મળી હતી.
આ વખતે, ચંદ્રિકા સિવાય, નોમિનેટેડ સ્પર્ધકોમાં અરમાન મલિક, વિશાલ પાંડે, શિવાની કુમારી અને લવકેશ કટારિયા હતા. વડા પાવ ગર્લ શોમાંથી બહાર થઈ ગઈ છે અને આ સાથે જ તે પોતાની સાથે કેટલી રકમ લઈ ગઈ છે તેની માહિતી પણ સામે આવી છે. રિપોર્ટ અનુસાર, દર અઠવાડિયે ચંદ્રિકા શોમાંથી લગભગ 70 હજાર રૂપિયાની કમાણી કરતી હતી. એ મુજબ તેણીએ 2.10 લાખ રૂપિયા સુધીની રકમ મળી છે.
અગાઉ, ચંદ્રિકાએ બિગ બોસ ઓટીટી 3ના પ્રારંભિક એપિસોડમાં વડાપાવના વ્યવસાયમાંથી તેણીની એક દિવસની કમાણી જાહેર કરી હતી. તેણે કહ્યું હતું કે તે રોજના 40 હજાર રૂપિયા કમાય છે. આ સાંભળીને પરિવારના સભ્યો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application