ગુજરાત રાજયની ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં કાયમી શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકથી વિધાર્થીઓને શિક્ષણ મળી રહે તે માટે જ્ઞાન સહાયકોની ભરતીની જાહેરાત કરાઈ છે. ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં ૧૧ માસના કરાર આધારીત જ્ઞાન સહાયકની ભરતી માટે ૫ ડિસેમ્બરથી ઓનલાઈન અરજીની કાર્યવાહી શરૂ કરવામાં આવશે, જેમાં ઉમેદવારો ૧૨ ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. પ્રાથમિક વિભાગમાં જ્ઞાન સહાયક બનનાર ઉમેદવારને માસિક રૂા.૨૧ હજારનું ફિકસ મહેનતાણું ચુકવવામાં આવશે.
પ્રા માહિતી અનુસાર, શિક્ષણ વિભાગ દ્રારા રાજયની ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની ૧૧ માસ માટે કરાર આધારીત ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવાની કાર્યવાહી શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રૂા.૨૧ હજારના માસિક ફિકસ મહેનતાણા માટેની આ જગ્યા પર નિમણુકં માટેની વયમર્યાદા ૪૦ વર્ષ નક્કી કરવામાં આવેલી છે. સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરની કચેરી દ્રારા રાજયની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામા આવી છે.
રાયની ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયક બનવા માટે ઉમેદવારો ૫ ડિસેમ્બરના રોજ બપોરના ૨ વાગ્યાથી ઓનલાઈન અરજી કરી શકશે. આ માટે ઉમેદવારોને ૧૨ ડિસેમ્બરના રોજ રાત સુધીની મુદ્દત આપવામાં આવી છે. જેથી નિયત સમયમર્યાદામાં ઉમેદવારાઓ ભરતી માટે સૌપ્રથમ અરજીની પ્રક્રિયા પુર્ણ કરવાની રહેશે.
આ જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદાઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી વેબસાઈટ પર જઈને કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબસાઇટ પર મૂકેલી આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ તથા માર્ગદર્શિકા પહેલા વાંચી લેવાની રહેશે. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્રારા સ્વીકારવામાં આવશે નહીં તેવી સ્પષ્ટ્રતા કરવામાં આવી છે. આવી ટપાલ કે કુરિયર દ્રારા મોકલવામાં આવેલી અરજીઓ માન્ય ગણાશે નહી.
અરજીની પ્રક્રિયા પુર્ણ થયા બાદ પ્રમાણપત્રોની ખરાઈ કરવામાં આવશે. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઇ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એકએક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગેંગરેપના મુખ્ય આરોપીના થાવરીયા ગામે ગેરકાયદે ફાર્મ હાઉસ પર તંત્ર દ્વારા ડિમોલિશન
December 04, 2024 01:41 PMખંભાળિયામાં ગુરુવારે શ્રીનાથજીની ઝાંખી
December 04, 2024 01:38 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. 26 ડિસેમ્બરે યોજાશે
December 04, 2024 01:36 PMખંભાળિયા નજીક ગ્રામ્ય વિસ્તારમાં માનસિક અસ્વસ્થ યુવાને આપઘાત કર્યો
December 04, 2024 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech