વિશ્ર્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દુર્ગાહિની શૌર્ય પ્રશિક્ષણ વર્ગ યોજાશે

  • May 06, 2025 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુડો કરાટે, લક્ષ્યભેદ, લાઠીદાવ, સોબ્સ્ટીકલ, ધર્નુવિદ્યા, રમતો, યોગાસન, ધ્યાન, સૂર્ય નમસ્કાર, પષ્ટી જેવી શારીરિક તાલિમ આપવામાં આવશે


વિશ્ર્વ હિન્દુ પરિષદના જુદા જુદા આયામો પૈકી યુવાન બહેનોના આયામ દુર્ગાવાહિનીનો સૌરાષ્ટ્ર પ્રાંતનો પ્રશિક્ષણ વર્ગ યોજાશે. જેમાં જુદા-જુદા જિલ્લાઓમાંથી બહેનો તાલિમ માટે જોડાશે.


આ વર્ષે દુર્ગાવાહિની દ્વારા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન તા. 10મે થી 17 મે સાત દિવસનો વર્ગ નાલંદા વિદ્યાલય, મોરબી-રાજકોટ રોડ, વિરપર, મોરબી ખાતે યોજવામાં આવશે. જેમાં બહેનોને જુડો કરાટે, લક્ષ્યભેદ, લાઠીદાવ, ઓબ્સ્ટીકલ, ધર્નુવિદ્યા (તિરંદાજી), રમતો, યોગાસન, ધ્યાન અને સૂર્ય નમસ્કાર, પલ્ટી જેવી શારીરિક તાલિમ આપવામાં આવે છે તથા વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને બૌધ્ધિક વિષયો જેવા કે, ગૌરવશાળી ભારત, વિશ્ર્વ હિન્દુ પરિષદ તથા દુર્ગાવાહિનીની કાર્ય પધ્ધતિ, મહાનપુરુષોના જીવન ચરિત્ર, દેશભક્તિ ગીતો કાર્યક્રમ અને ચર્ચા સત્રો દરમિયાન અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવશે. વર્ગમાં પ્રાંત, પ્રદેશ તથા કેન્દ્રીય પદાધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.


જામનગર જિલ્લામાંથી બહેનો પણ આ વર્ગમાં જોડાવાના છે. ત્યારે તા. 6 મે સુધીમાં આ વર્ગમાં જોડાવા માટે જામનગરના બહેનોએ મો. 9512554666 પર સંપર્ક કરવાનો રહેશે. તો 15થી 35 વર્ષની યુવતિઓએ વહેલીતકે પ્રવેશ મેળવવા વિશ્ર્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ભરતભાઇ ભીંડી, પ્રાંત મૈત્રી દેવેન્દ્રભાઇ મ્યાત્રા અને દુર્ગાવાહિની પ્રાંત સંયોજીકા ખુશ્બુબેન દત્તાણીએ અનુરોધ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application