Uttarkashi Rescue Operation: બચાવ કાર્ય આજે રાત્રે પૂર્ણ થશે નહીં, ડ્રિલિંગનું કામ કરાયું બંધ, હાથથી દૂર કરાશે કાટમાળ

  • November 24, 2023 09:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાંથી 41 મજૂરોને બચાવવા માટે ચાલી રહેલ બચાવ અભિયાન રોકી દેવામાં આવ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હવે કાટમાળ હટાવવાની કામગીરી મેન્યુઅલી કરવામાં આવશે. ઓગર મશીનની સામે ફરીથી લોખંડ જેવી વસ્તુ આવી જતાં મશીન વડે ડ્રિલિંગનું કામ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં વધુ સમય લાગી શકે છે અને આજે રાત્રે શુક્રવારે (24 નવેમ્બર) બચાવ કામગીરી શક્ય બનશે નહીં. ઓગર મશીન દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.


ઉત્તરકાશી ટનલ દુર્ઘટનાની વાત કરીએ તો છેલ્લા 13 દિવસથી સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. લગભગ 48 મીટરના ભાગમાં પાઈપો અંદર ગઈ છે અને પછીનો 12 મીટરનો ભાગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડ્રિલિંગ દરમિયાન ઘણી સમસ્યાઓ આવી છે અને ઓગર મશીન આગળ વધી શકતું નથી. તેનું કારણ એ છે કે મશીનના રસ્તામાં કોઈ લોખંડની વસ્તુ આવી જાય છે અને તેના કારણે મશીન પણ ખરાબ થઈ રહ્યું છે.


તમને જણાવી દઈએ કે 12 નવેમ્બરે દિવાળીની સવારથી ચારધામ રોડ પ્રોજેક્ટના કામમાં લાગેલા 41 કામદારો કાટમાળના કારણે સુરંગમાં ફસાયા છે. જો કે, તેમની સાથે સંપર્ક જાળવી રાખ્યો છે અને તેની સાથે વાત પણ થઈ રહી છે. સફળ બચાવ કામગીરી માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ એજન્સીઓ એકસાથે બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. આ દરમિયાન ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે બચાવ કાર્ય અંતિમ તબક્કામાં છે અને પીએમ નરેન્દ્ર મોદી સતત કામદારોની સંપૂર્ણ માહિતી લઈ રહ્યા છે. આશા છે કે આ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે અને તમામ કામદારો બહાર આવી જશે. કામદારોને બહાર કાઢવા માટે NDRFએ પણ ટ્રાયલ હાથ ધર્યું છે અને વ્હીલવાળા સ્ટ્રેચરનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application