ડિજિટલ યુગમાં પણ મતદાન મક માટે ૯૬ પ્રકારની સ્ટેશનરીનો વપરાશ

  • April 29, 2024 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં આગામી ૭ મેના રોજ મતદાન યોજાનાર છે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હા ધરાઈ છે. ડિજિટલ યુગમાં પણ એક મતદાન મક માટે પેન્સિલ, સ્ટેમ્પ, દીવાસળીનું બોક્સ, રંગબેરંગી કવર, શાહી, સિક્કા, સાઈન બોર્ડ મીણબત્તી, મેટલ સીટ, બુકલેટ ડાયરી પેન્સિલ કલરિંગ બોલપેન સહિત અંદાજિત ૯૫ પ્રકારની ૩૦૦ આસપાસ સ્ટેશનરીની ચીજોના ઉપયોગ દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંપન્ન શે.

મતદાનની પ્રક્રિયા માટે મતદાન બુ પર ઇવીએમ, વીવીપેટ, બ્રેઈલ બેલેટ શીટ, ટેન્ડર, ષતકરારી અને ચેલેન્જ અને ટેસ્ટ વોટ માટે ફોર્મ અને રજીસ્ટર, ડાયરી, સફેદ પીળા, બ્લુ રંગની બુકલેટ, સફેદ, પીળા, ગુલાબી, બ્રાઉન સહિતના ૪૦ી વધુ કવરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શાંતિ રાખો, લાઈનમાં ઊભા રહો, અંદર અને બહાર નીકળવાના માર્ગ સહિતની સૂચનાઓ આપતા પાટીયા, દીવાસળીની પેટી, મીણબત્તી, વિશિષ્ટ નિશાની વાળા રબરના સિક્કા, શાહી, હરીફ ઉમેદવારોની યાદી મતદાનની પ્રક્રિયામાં મુખ્યત્વે રહે છે.

આલેખન સામગ્રીમાં સાદી પેન્સિલ, ત્રણ વાદળી, એક લાલ, એક સિલ્વર વાઈટ કુલ પાંચ બોલપેન, કોરા કાગળ, પીન, સીલ મારવા માટે લાખના  ટુકડા, ગમપેસ્ટ પતરી, પાતળી વળ આપેલી ૨૦ મીટર સુતળી, ધાતુની પટ્ટી, કાર્બન પેપર, ગાભો, રબર બેન્ડ, સેલોટેપ, ડ્રોઈંગ પીન, ઇન્ક બોટલ ઉપરાંત વીવીપેટ સો મતદાન ટુકડીને જાડા કાગળના બનેલા કવર, પ્લાસ્ટિક બોક્સને સીલ કરવા પિંક પેપર સીલ, કાળા કાગળને સીલ કરવા પ્લાસ્ટિકનું બોક્સ, મોક પોલ, સ્લીપ સ્ટેમ્પ, મત કેવી રીતે આપવો તે અંગેનું પોસ્ટર ઉપરાંત હેન્ડબુક આપવામાં આવે છે. સમગ્ર મતદાન પ્રક્રિયા દરમિયાન મતદાન મક પર ૩૦૦ી વધુ  સામગ્રીઓનો વપરાશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application