બોર્ડની પરીક્ષા નજીકના દિવસોમાં છે. વિધાર્થીઓને પેપર ભરવામાં સરળતા રહે અને પરીક્ષાના સમયગાળા દરમિયાન તકેદારી અંગે જુનાગઢ સરસ્વતી સ્કૂલના સંચાલકો દ્રારા વિધાર્થીઓને પૂર્વ તૈયારી માટે ટીપ્સ આપવામાં આવી છે.
આગામી માસમાં બોર્ડની પરીક્ષાનો પ્રારભં થનાર છે ત્યારે વિધાર્થીઓને પરીક્ષા લક્ષી માર્ગદર્શન અને ટીપ્સ મળી રહે તે માટે જુનાગઢ સરસ્વતી સ્કૂલના પ્રદીપભાઈ ખીમાણી નરેશભાઈ ,જગદીશભાઈ, ડો રઘુભાઈ અને ગોપીબેન ખીમાણી સહિતના સંચાલકોએ તૈયારી અંગે વિધાર્થીઓને માર્ગદર્શિત કર્યા છે. સીબીએસસી ની જેમ બોર્ડનું ૯૦ટકા પરિણામ આવે તે દિશામાં હવે માધ્યમિક શિક્ષણ બોર્ડ કાર્ય કરી રહ્યું છે.બાળકની મનોસ્થિતિ અગત્યની હોય છે પરીક્ષા દરમિયાન બાળક ઉપરાંત વાલીઓ પણ મૂંઝવણમાં મુકાય છે. માતા પિતાએ સારા માકર્સ આવે તેવી વિધાર્થી માટે વધુ પડતી અપેક્ષા રાખવી ન જોઈએ. પરીક્ષા પૂર્વે વિધાર્થીઓ આંતર મનન નો ઉપયોગ કરવો જોઈએ બ્રામ્ય મન એટલે કે બુદ્ધિ તર્ક આયોજન, અને આંતર મન એટલે વિચારની તાકાત ,જેમાં પરીક્ષા અંતિમ દિવસોમાં રિવિઝન કરવા, ઐંઘના કલાકો ફિકસ કરવા, હતાશાથી દૂર રહેવા પ્રાણાયામ કરવા તથા એક સાહ પહેલાના દિવસોમાં દરેક વિષય પર દોઢ દિવસ ફાળવવા વિજ્ઞાન પ્રવાહ માટે ત્રણ વિષયો માટે ત્રણ દિવસ, નવું વાંચન કરવાને બદલે પરીક્ષા લક્ષી સાહિત્યમાંથી વાંચન કરવા, પરીક્ષાના દિવસોમાં માતા પિતાએ સંતાનોને પ્રોત્સાહન આપવું, સંતાનોની સફળતા નિષ્ફળતા સાથે માતા પિતાએ લાગણીઓના ચડાવ ઉતાર ન જવા ઉપરાંત ઘર કંકાસ ન કરવા નેગેટિવ ચીજો ન ઉચ્ચારવી, અઘં ન સમજાય તો થોડીવાર છોડી દો ટોપીક ને ત્રણ થી ચાર વાર વાંચી મનન કરવા સહિતની પૂર્વ તૈયારી અંગે ના મુદ્દાઓ તથા પરીક્ષાના દિવસોમાં ભૂતકાળમાં બનેલા સારા બનાવો અને સફળતા અંગે યાદ કરવા નકામા વિચારો દૂર કરવા, સ્થિર ચિત્રો દ્રારા કલ્પના તથા ચલચિત્રો દ્રારા પુનરાવર્તન કરવું, પરીક્ષા ના દિવસો દરમિયાન ભારે ખોરાક લેવો નહીં ઉજાગરા કરવા નહીં આ ઉપરાંત પરીક્ષા સાથે પેન કંપાસ રબર પેન્સિલ અને રીસીપ્ટ અવશ્ય રાખવી, પરીક્ષા દેતી વખતે કોઈ પુસ્તક સાથે ન રાખવું ઘરનું સરનામું અને ફોન નંબર અવશ્ય ખિસ્સામાં રાખવા, ઓરીજનલ રીસીપ્ટ કંપાસમાં મૂકી તેની ઝેરોક્ષ ઘરે રાખો આ ઉપરાંત પરીક્ષા આપવા નીકળો ત્યારે એક ગ્લાસ થોડી વધારે ખાંડ વાળું શરબત કે ચા પીને નીકળવાથી મગજની કાર્યક્ષમતા વધે છે. પેપર ભરતી વખતે ઘડિયાળના કાંટા તરફ નજર રાખીને યોગ્ય પ્રશ્નનો જવાબ આપવો. અંતિમ આઠ દિવસમાં વિધાર્થીઓએ દરરોજ એક વિષયને એકથી દોઢ દિવસ ફાળવો,વિજ્ઞાન પ્રવાહ માટે મુખ્ય ત્રણ વિષયો માટે બે થી ત્રણ દિવસ ફાળવી તૈયારી કરવી,દરેક વિષયમાં અઘરા અને મુશ્કેલ પ્રશ્ન પર લાલ રંગ, મધ્યમ પ્રશ્ન પર પીળા રગં અને સહેલા પ્રશ્ન પર લીલા રંગની નિશાની કરો.પેપરના આગલા ૨૪ થી ૪૮ કલાકમાં વાંચવાનું સાહિત્ય જુદુ કાઢી અને સાથે રાખવું
પરીક્ષા આપતી વખતે તકેદારીના મુદ્દા
પરીક્ષા આપવા જતા વિધાર્થીઓ પેપરમાં ઘણા સારા અને આવડતા પ્રશ્નો હશે પ્રશ્નના જવાબ ક્રમમાં લખવા, આઠ લીટી થી મોટા પેરેગ્રાફ ન કરવા અને નાના પેરેગ્રાફ જ લખવા દરેક પેરેગ્રાફ વચ્ચે બે લીટી કોરી રાખવી, શઆતના ૧૫ મિનિટ પેપર વાંચવા આપે છે પરંતુ આખું પ્રશ્નપત્ર વાંચવા ને બદલે વિભાગ વાઈસ વાંચી મનમાં રાખવું. ગણિત એકાઉન્ટ કે આંકડાશાક્ર ના પેપર માં કોઈ દાખલો ન આવડે તો બેથી વધારે પ્રયત્ન કરવા નહીં અને છેલ્લ ે સમય મળે તો પ્રયત્ન કરવા, સપ્લીમેન્ટરી પર સીટ નંબર સેન્ટર સહિતની વિગતો અવશ્ય લખવી અને ગ્રાફ પેપર જોડવાનો હોય તો છેલ્લ ે જોડવાને બદલે કોઈ જગ્યાએ જોડવી, અન્ડર લાઇન માત્ર પેન્સિલ નો જ ઉપયોગ કરવો સપ્લીમેન્ટરી ની જરિયાત હોય તો પહેલા જ માગી લેવી અને દરેક વિધાર્થીઓ પરીક્ષામાં કેટલો સમય ફાળવે છે, સમય મર્યાદા પ્રમાણે જ લખવું વધારે વિચારમાં પેપર લખશો તો માનસિક સમતુલા ગુમાવી બેસવા અથવા આવડતી ચીજો પણ ભુલાવવાની શકયતા રહે છે, પ્રશ્ન ટૂંકાવાથી પેપરમાં સમય ઘટશે અને બાકી પણ રહેશે, આખો પ્રશ્ન લખવાનો બાકી હોય તો ટૂંકમાં પોઈન્ટ ટુ પોઈન્ટ લખવું, પ્રશ્નમાં ઉત્સાહમાં આવી ઉતાવળ કરવી નહીં, પેપરમાં નેગેટીવ માકિગ વખતે સ્પષ્ટ્ર ન હોય તો જવાબ આપવો નહીં, મૌખિક યાદ હોય તેવા પ્રશ્ન લખવા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech