દારૂ ઢીંચી 'ઢીંગલી' બની ગઇ ઉર્વશી રૌતેલા

  • January 15, 2024 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાર્ટીમાં આવું નીચા જોણું કર્યું એવું કે લોકો ભડક્યાં,  માએ બાવડું પકડીને માંડ સંભાળી


બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાો ફૂલ નશામાં લથડિયા ખાતાં ખાતાં ડાન્સ કરી રહ્યાંનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા  ફૂલ નશામાં દેખાઇ છે.લથડિયાં ખાતી અબ્બીનેત્રીને  માતાએ માંડ સંભાળી હતી.

ઉર્વશી રૌતેલા બોલીવુડની એકમાત્ર એવી અભિનેત્રી છે જે પોતાના કામથી ઓછી અને હાસ્યાસ્પદ કારણોસર વધુ ચર્ચામાં રહે છે. તે ક્યારેક પોતાના બોયફ્રેન્ડના કારણે તો ક્યારેક પોતાના સ્વ-પ્રેમ વિશે લોકોનું ધ્યાન ખેંચે છે. આખો દેશ હવે તેને અટેન્શન સીકર કહેવા લાગ્યો છે અને આમેય ઉર્વશીએ ઘણા એવા કામ કર્યાં છે જેને કારણે તે ટ્રોલર્સને નિશાન પર આવી છે. આવી સ્થિતિમાં હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે બાદ હવે તે ખરાબ રીતે ટ્રોલ થઈ છે. 


હકીકતમાં ઉર્વશી રૌતેલાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે લથડિયા ખાઈ રહેલી દેખાય છે. માતાના જન્મદિવસની પાર્ટીમાં તે ફૂલ દારુ પી ગઈ હોવાનું જણાવાઈ રહ્યું છે. નશામાં નશામાં તે ડાન્સ કરી રહી હોવાનું પણ જણાતું હતું. તે લથડિયા ખાતી જોવા મળી હતી અને તેની માતાએ સંભાળી હતી. 


માએ ઉર્વશીને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો જોકે થોડો સમય લીધા બાદ તે જાતે જ ઊભી થતી જોવા મળી હતી. હવે આ વીડિયોને ખૂબ જ જોવામાં આવી રહ્યો છે. લોકોએ આના પર ઘણી ફની કમેન્ટ્સ કરી છે અને અભિનેત્રી અને તેના પરિવારને જોરદાર ટ્રોલ કરી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application