દુષ્કર્મના આરોપીઓને તાકીદે ઝડપી સત્વરે આકરા પગલા ભરો

  • September 06, 2024 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતમાં બળાત્કાર અને હત્યાના કેસો વધતા જાય છે ત્યારે આરોપીઓ સામે સત્વરે કડક કાયદાકીય કાર્યવાહી કરી સખ્ત સજા કરવા માટે નારી રક્ષા સેના મહુવા તાલુકા મહિલા પ્રમુખ સોનલબેન કવાડ દ્વારા  દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને ઉદ્દેશીને મહુવા પ્રાંત અધિકારી અને મહુવા ડી.વાય.એસ.પીને આવેદન પાઠવવામાં આવ્યું હતુ.
આવેદનમાં માંગ કરવામાં આવી છે કે ભારતમાં દિલ્લી જેવા મોટા શહેરમાં ૨૦૧૨માં નિર્ભિયા રેપ કેસ થયા બાદ જસ્ટીશ વર્મા કમીટીથી ભલામણ મુજબ કાયદાને વધુ કડક બનાવવામાં આવ્યા અને બળત્કારો અને હત્યાના કેસોમાં હવે ફાંસી સુધીની સજાની જોગાવઈ કરવામાં આવેલ છે.આનાથી વધૂ કડક કાયદો હોય શકે? આમ છતાં આપણાં દેશમાં આશરે દરરોજ ૮૫ આવી ઘટનાઓ બને છે. 
આથી બળાત્કારીઓ સામે તાત્કાલીક કેસ ચલાવી એક માસમાં પોલીસ અને કોર્ટ કાર્યવાહી પુરી કરી બળત્કારીઓને ફાંસીની સજા જાહેર કરવામાં આવે.તમામ સરકારી કર્મચારીઓ પ્રજાના ટેક્સમાંથી પગાર લેતા અમલદારી/ અધિકારી ઓને ચોકક્સ પ્રકારની જવાબદારી નકકી કરવમાં આવે.બળાત્કાર અને હત્યાના નિવારણ માટે નશાકારક વસ્તુ પર પ્રતિબંધ મુક્વામાં આવે અને દરેક પોલીસ સ્ટેશનનાં વડાની જવાબદારી નકકી કરવામાં આવે.બળત્કાર અને હત્યા કરનાર જે તે પોલીસ મથકમાં જાણ થયેથી તાત્કાલીક ફરીયાદ દાખલ કરવામાં આવે અને આરોપીઓને ૨૪ ક્લાકમાં પકડવામાં નીષ્ફળ જનાર અધિકારી/ પોલીસ કર્મચારી સામે તપાસ કરવામાં આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application