જિલ્લામાં આગામી ધુળેટીના તહેવારને અનુલક્ષીને જાહેરનામું: ફૂલડોલ ઉત્સવ દરમિયાન દ્વારકા જતા પદયાત્રીઓ માટે ખોરાકને લગતી સાવચેતી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા સૂચનો
આગામી હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન રાજ્યના જુદા જુદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યોમાંથી પદયાત્રીઓ ચાલીને દ્વારકા દર્શનાર્થે આવતા હોય છે. આ પદયાત્રીઓ દિવસ - રાત્રિ દરમિયાન ચાલીને જતા હોવાથી રસ્તા પર સતત ટ્રાફિક રહે છે. તહેવાર દરમિયાન ટ્રાફિકજામની સ્થિતિ નિવારવા, ગેરવ્યવસ્થા અટકાવવા તથા સલામતીની દ્વષ્ટિએ ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરે તારીખ ૨૭ માર્ચના રાત્રિના આઠ વાગ્યા સુધી સુદર્શન સેતુના ઓખા તરફ આવેલ છેડેથી બેટના દ્વારકાધીશ મંદિર સુધી ભારે વાહનો તેમજ ખાનગી બસના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
***
જામનગર જિલ્લામાં જાહેરનામું
જામનગર જિલ્લામાં આગામી તારીખ ૨૪ અને ૨૫ માર્ચના રોજ હુતાસણી- ધુળેટીના તહેવારોની ઉજવણી કરવામાં આવશે. આ તહેવારોની ઉજવણી દરમિયાન બહોળી સંખ્યામાં નાગરિકો ભાગ લેતા હોય છે. આ ઉજવણી દરમિયાન સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાઈ રહે તે હેતુથી અધિક નિવાસી કલેકટરબી.એન.ખેર, જામનગર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭ (૧) તળે તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામુંં બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર સમગ્ર જામનગર જિલ્લાના વિસ્તારમાં આગામી તારીખ ૨૩/૦૩/૨૦૨૪ ના સાંજે ૦૬:૦૦ કલાકથી આગામી તારીખ ૨૫/૦૩/૨૦૨૪ ના ૨૪:૦૦ કલાક દરમિયાન કોઈપણ વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ તેની ઉપર રંગ છાંટી શકાશે નહિ. કોઈપણ વ્યક્તિની લાગણી દુભાય તેવા શબ્દો અથવા સુત્રો પોકારવા નહિ. તેમજ પત્રિકા, પ્લેકાર્ડ, વિચિત્ર આકૃતિઓ કે વસ્તુઓ તૈયાર કરી શકાશે નહિ, કે તેનો ફેલાવો કરી શકાશે નહિ.
ઉકત જાહેરનામાંના કોઈપણ ખંડનો ભંગ કે ઉલ્લંઘન કરનારી વ્યક્તિને ઓછામાંં ઓછા ૪ મહિનાની અને વધુમાંં વધુ ૧ વર્ષ સુધીની સજા થશે. તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૫ (૧) મુજબ દંડની પણ સજા થશે.
***
પદયાત્રીઓ માટે ખોરાક અંગે સૂચનો
ફૂલડોલ ઉત્સવ અંતર્ગત દ્વારકા ખાતે હાલ બહોળી સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જતા હોય છે. જેમાં તાજેતરમાં ૪૭ લોકોને ઝાડા અને ઉલ્ટી અંગેની સમસ્યા ઉભી થઈ હતી. આ તમામને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અપાયા બાદ તેઓને સારૂ થઇ જતા રજા આપવામાં આવી છે. આથી ફૂલડોલ ઉત્સવમાં દર્શને દ્વારકા જનારા તમામ પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓને યાત્રા દરમિયાન તાજો, ગરમ અને રાંધેલો ખોરાક લેવો તેમજ પુષ્કળ પ્રમાણમાં પાણી, ફળ તેમજ જ્યુસનું સેવન કરવું. સાથે સાથે દૂધ અને દૂધમાંથી બનાવેલી વસ્તુ લેવાનું કાઢવા માટે જિલ્લા પ્રશાસનની એક યાદીમાં જણાવાયું છે.
યાત્રામાં કોઇપણ શ્રદ્ધાળુઓ કે સ્વયં સેવકોને તાવ, તૂટ, કળતર કે ગભરામણ કે કોઇપણ શારીરિક સમસ્યા ઉદભવે તો આરાધના ધામ, વડાલીયા સિંહણના પાટિયાની બાજુમાં, દાતા ગોલાઇ, દાતા પાટિયાની બાજુમાં, ખોડીયાર મંદિર, ખંભાળીયા, વડત્રા પાટિયું, બેહ ગામના પાટિયાની બાજુમાં, સોનારડી પાટિયાની બાજુમાં, શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા, કિર્તી સ્તંભ, દ્વારકા, હંજડાપર પાટિયાની બાજુમાં, હાબરડી પાટિયાની બાજુમાં, રામરોટી આશ્રમ, જુવાનપુર, ચોકીવારી આશ્રમ, મહાદેવીયા, પાલાબાપાની વાડી, રણજીતપુર, શ્રી દ્વારકાધીશ મંદિર, બેટ તેમજ નાગેશ્વર મંદિર, નાગેશ્વર ખાતે આરોગ્યની ટીમ ૨૪ કલાક કાર્યરત રાખવામાં આવી છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMપુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
December 22, 2024 06:30 PMઆર અશ્વિનની નિવૃત્તિ પછી પીએમ મોદીનો ભાવનાત્મક પત્ર
December 22, 2024 03:24 PM'રાહુલ અને પ્રિયંકા ગાંધી લઘુમતી સાંપ્રદાયિક દળોના સમર્થનથી જીત્યા', CPIM નેતાનો આરોપ
December 22, 2024 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech