પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ ગુજરાતમાં રોકાણો લાવી રોજગારીનું સર્જન કરવામાં તો નિમિત્ત બને જ છે પરંતુ સાથે સાથે ગુજરાતના વિકાસ મોડેલમાંથી દેશના અન્ય રાયો અને મહાનગરોએ જે અપનાવવા જેવું છે તેનું પણ આદાન પ્રદાન થાય છે. તાજેતરમાં જ આવો એક કિસ્સો બહાર આવ્યો છે જેમાં તાજેતરમાં યોજાયેલી વાઇબ્રન્ટ સમીટ પૂર્વેની એક મિટિંગમાં હાજરી આપવા મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ સહિતના અધિકારીઓ ગયા હતા અને તેમાં નાકરાવાડી લેન્ડફિલ સાઇટ ખાતેના કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી ત્યાં આગળ પાંચ લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો ન્યુ અર્બન ફોરેસ્ટ પ્રોજેકટનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને તત્કાલિન સમયે ત્યાં હાજર બેંગ્લોર કોર્પેારેશનના અધિકારીઓ અને પદાધિકારીઓને રાજકોટ મહાનગરપાલિકાનો આ પ્રોજેકટ પસદં પડી જતા તેમણે અપનાવ્યો છે અને હવે તેઓ બેંગ્લોરમાં રાજકોટના નાકરાવાડી જેવું અર્બન ફોરેસ્ટ બેંગ્લોરમાં નિર્માણ કરશે.
વિશેષમાં આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલએ જણાવ્યું હતું કે, શહેરમાંથી નીકળતો કચરો યાં ઠાલવવામાં આવે છે તે નાકરાવાડી ડમ્પિંગ સાઇટ ઉપર અર્બન ફોરેસ્ટ નિર્માણ કરવાના રાજકોટના પ્રોજેકટને બેંગ્લોર મ્યુનિસિપલ કોર્પેારેશનએ અપનાવ્યો છે. નાકરાવાડી ડમ્પિંગ સાઇટ ઉપર કુલ ૧૦ લાખ મેટિ્રક ટન પડતર કચરામાંથી છ લાખનો નિકાલ થઇ ગયો છે હવે ચાર લાખ ટન પડો છે જેનો નિકાલ આગામી ઓગષ્ટ્ર માસ સુધીમાં કરી અપાશે. હાલમાં સ્થળ ઉપર ખાતર પાથરવામાં આવી રહ્યું છે અને સાથે જ વૃક્ષારોપણની કામગીરીનો પણ પ્રારભં કરવામાં આવ્યો છે, અહીં જાપાનીઝ પધ્ધતિના મિઆવાકી ગાર્ડન તેમજ ભારતીય પરંપરા અનુસારનો ગાર્ડન તેમ બન્ને પ્રકારના ગાર્ડનનું નિર્માણ કરાશે. આ પ્રોજેકટ તેમનો ડ્રીમ પ્રોજેકટ હોવાનું પણ તેમણે ઉમેયુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આજથી દસ વર્ષ પૂર્વે એક સમય હતો કે યારે નાકરાવાડી લેન્ડફિલ સાઇટ ખાતે કચરાના નિકાલ મામલે રાજકોટ મહાનગરપાલિકાને ગ્રીન ટ્રીબ્યુનલ ની નોટિસો મળતી હતી ! અને હવે આજનો સમય છે કે રાજકોટ મહાપાલિકાએ ત્યાં પાંચ લાખ વૃક્ષો રોપવાના ઉમદા આશય સાથે અર્બન ફોરેસ્ટ પ્રોજેકટનું કામ શ કરતાં ગાર્ડન સિટી કહી શકાય તેવા બેંગ્લોરએ રાજકોટના અર્બન ફોરેસ્ટ પ્રોજેકટથી પ્રેરિત થઇને બેંગ્લોરમાં આવો પ્રોજેકટ સાકાર કરવા કાર્યવાહી હાથ ધરી છે.
કચરામાંથી નીકળેલું ૨૫ હજાર ટન ખાતર સ્થળ ઉપર પાથરાયું
નાકરાવાડી લેન્ડફિલ સાઇટ ખાતે કચરામાંથી નીકળેલું ૨૫ હજાર ટન ખાતર સ્થળ ઉપર પાથરી આપવામાં આવ્યું છે, અહીં અર્બન ફોરેસ્ટ માટે વૃક્ષારોપણ કરતા પહેલા પૂર્વ તૈયારીના ભાગપે આ કામગીરી કરાઇ છે
પાંચ લાખ વૃક્ષોનું વાવેતર કરાશે આ વર્ષે ૨.૫૦ લાખ વૃક્ષ રોપાશે
નાકરાવાડી લેન્ડફિલ સાઇટ ખાતે કુલ પાંચ લાખ વૃક્ષોનું વાવેતર કરી અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરાશે, આ માટે ચાલુ વર્ષમાં ૨.૫૦ લાખ વૃક્ષો રોપાશે અને આવતા વર્ષે બીજા ૨.૫૦ લાખ વૃક્ષો રોપાશે
વૃક્ષારોપણ માટે સદભાવના સાથે કરાર શહેરીજનોને ફરવાલાયક સ્થળ મળશે
નાકરાવાડી લેન્ડ ફિલસાઇટ ખાતે વૃક્ષારોપણ માટે સદભાવના ટ્રસ્ટ સાથે કરાર કરવામાં આવ્યો છે, અહીં બે વર્ષમાં ભવ્ય અર્બન ફોરેસ્ટ તૈયાર થશે જેથી શહેરીજનોને એક નવું ફરવાલાયક સ્થળ મળશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech