રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭માં ટાગોર રોડ–ગોડાઉન રોડ કોર્નર ઉપર કલ્યાણ સોસાયટીમાં આજે સવારે ટાગોર બિઝનેસ સેન્ટરની બાંધકામ સાઇટમાં નડતરપ વર્ષેા જુના ઘેઘુર છ વૃક્ષોનું છેદન કરાતા ભારે હોબાળો મચી ગયો હતો અને રહીશોએ મહાપાલિકામાં ફરિયાદ કરતા ગાર્ડન શાખાની ટીમ સ્થળ ઉપર દોડી ગઇ હતી. એક તબક્કે ભારે માથાકૂટ થતા પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ સ્થળ ઉપર પહોંચ્યો હોવાનું જાણવા મળે છે.
દરમિયાન આ મામલે લતાવાસીઓએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સોસાયટીમાં તેમણે વર્ષેા પૂર્વે રોપેલાં ઘેઘુર વૃક્ષોનું બાંધકામ પ્રોજેકટ માટે નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું. આ વૃક્ષ છેદન અંગે તેમણે મહાપાલિકામાં ફરિયાદ કરી હોવાનું પણ ઉમેંયુ હતું.
બીજીબાજુ મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે મંજૂરી મેળવીને બાંધકામ સાઈટની અંદરના છ વૃક્ષ દૂર કરાયા છે પરંતુ સાઈટની બહારના ભાગે આવેલું અને મંજુરી મેળવી તે પૈકીનું ન હોય તેવું એક વૃક્ષ દૂર કરવા પણ પ્રયાસ કર્યેા હોવાની ફરિયાદ મળતા આ અંગે નોટિસ આપી છે અને તે એક વૃક્ષ મામલે તપાસ હાથ ધરી છે. સૂત્રોએ ઉમેયુ હતું કે મંજૂરી મેળવ્યા વિના જે વૃક્ષ તોડવા પ્રયાસ કર્યેા છે તે વૃક્ષ બાંધકામ સાઇટ ઉપર વીજ કનેકશન લેવામાં નડતરપ થતું હોવાનો બચાવ દૂર કરનારે પ્રાથમિક તપાસમાં રજૂ કર્યેા છે. ખરેખર તે વૃક્ષ નડતરપ થાય કે નહીં તે અંગે પીજીવીસીએલમાં પણ પુછાણ કરાયું છે
બાંધકામ સાઇટની અંદરના વૃક્ષો છે, જરૂરી મંજૂરી મેળવીને દૂર કર્યા: મ્યુનિ.પાર્કસ એન્ડ ગાર્ડન ડિરેકટર
રાજકોટ મહાનગરપાલિકાની પાર્કસ એન્ડ ગાર્ડન બ્રાન્ચના ઇન્ચાર્જ ડિરેકટર ડો.આર.કે.હિરપરાએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૭માં ટાગોર માર્ગ–ગોડાઉન રોડ કોર્નર ઉપર આવેલી બાંધકામ સાઇટની અંદરના ભાગે આવેલા અને બાંધકામ કરવામાં નડતરપ થતા છ વૃક્ષ દૂર કરવા ટાગોર બિઝનેસ સેન્ટરના બિલ્ડર અનુજભાઇ ચપલા દ્રારા મંજૂરી માંગતી અરજી કરાઇ હતી જે મંજુર કરાઇ હતી. આથી છ વૃક્ષ દૂર કરાયા છે તે મંજુરી મેળવી દૂર કરાયા છે પરંતુ મંજૂરી ઉપરાંતનું એક વૃક્ષ કાપ્યું હોવાની ફરિયાદ આજે લતાવાસીઓ તરફથી મળતા તે એક વૃક્ષ મુદ્દે તપાસ કરાશે અને તે અંગે નોટિસ પણ ફટકારી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMદરેડ ફેસ-૨માં પિત્તળ અને રોકડ મળી ૩.૫૫ લાખના મુદામાલની ચોરી
January 23, 2025 06:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech