વડિયામાં ગ્રામપંચાયતમાં વડિયાના એક જાગૃત નાગરિક દ્રારા માહિતી અધિકાર અધિનિયમ મુજબ છેલ્લ ા ચાર વર્ષમાં થયેલા કામોની સંપૂર્ણ માહિતી સાથે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને તેમની મિટિંગો ની માહિતી તેમાં ઉપસ્થિત સભ્યોની સાહીના નમૂના સાથે માંગતા મહિલા સદસ્યોં ના પતિદેવો અને દીકરાઓ થી ચાલતા વહીવટ માં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ જાગૃત નાગરિક સંતોષભાઈ સોંદરવા ની જાગૃતતા ના કારણે વડિયા ગ્રામપંચાયત દ્રારા સામાજિક ન્યાય સમિતિ ની મિટિંગ તાત્કાલિક આયોજિત કરવાની ફરજ પડી હતી આ મિટિંગ ની જાણ વડિયા ના આ જાગૃત નાગરિકોને થતા તે સમગ્ર અનુ. જાતિ વિસ્તારના જાગૃત યુવાનોને જાણ કરી એક સાથે આ મિટિંગ માં રજુવાતો અને અનુ. જાતિ માટેની ગ્રાન્ટ ના કામની ઉઘરાણી કરવા લાગતા તેમણે તે સભામાંથી બહાર નીકળવાનું કહેવામાં આવતા ગ્રામપંચાયત માં તલાટી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સહીત અન્ય સભ્યો સાથે ઉગ્ર બોલાચાલી નો વિડિઓ વાઇરલ થયા હતા જેમા વડિયા ગ્રામપંચાયત દ્રવારા અનુ. જાતિ વિસ્તાર ને કરવામા આવતા અન્યાય બાબતે ઉગ્ર રાજુવાતો થયેલી જોવા મળી હતી તો આ સમયે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મુન્નાભાઈ બાદશાહ એ રાજીનામું આપવાની તૈયારી દર્શાવતો વિડિઓ પણ વાઇરલ થયો હતો. આ જાગૃત નાગરિકો દ્રારા સામાજિક ન્યાય સમિતિની બેઠક માં અનુ. જાતિ ના લોકો માટેના અંતિમધામ ના વિકાસ માટે રસ્તા, લાઈટ, પાણી દીવાલ સહીત ની માંગણીઓ મુકતા સમગ્ર કેમ્પસ માં ગરમાવો આવતો જોવા મળ્યો હતો.જોકે વડિયા ગ્રામપંચાયત માં વર્તમાન સરપચં અને તેમની સમગ્ર સભ્યોની બોડી માં કોઈ વિકાસલક્ષી કાર્યેા તેમના કાર્યકાળ માં થતા ના હોવાથી લોકોમાં પણ ઉગ્ર નારાજગી જોવા મળી રહી છે સાથે જે ગણ્યા ગાંઠા રસ્તાઓ બન્યા છે તે વર્તમાન હોદેદારો ના પરિવાર ના સભ્યોના પગ ખરાબ ના થાય તેવા હેતુથી બન્યા હોવાથી ચૂંટાયેલા લોકોના પરિવારના સભ્યોને જ તેનો લાભ મળી રહ્યો છે તો વડિયા ની મુખ્ય બજારોમાં પણ ચોમાસામાં લોકો કાદવ કીચડ થી પરેશાન થતા અને પંચાયત સામે રોષ ઠાલવતા જોવા મળી રહ્યા છે ત્યારે વડિયા ગ્રામમ મુખ્ય રસ્તાઓ બનાવે તેવુ નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા ના લોકદરબાર માં પણ પ્રશ્ન રજુ કરાયા હતા ત્યારે વડિયા માં પાયાની સુવિધાઓ માં નેતાઓના ઘર ના રસ્તાઓને બદલે મુખ્ય રસ્તા નુ નવીનીકરણ થાય તેવી વડિયા ના લોકોની માંગણી જોવા મળી રહી છે. આ બાબતે બિસ્માર રસ્તાઓને લઈને વડિયા વિકાસ સમિતિ નામની સંસ્થાએ પણ ઉચ્ચ કક્ષાએ રજુવાત કરી છે.આવનારા દિવસોમાં જો કોઈ વિકાસ કર્યેા થાય નહિ તો વડિયા ના જાગૃત નાગરિકો વર્તમાન પંચાયત બોડી સામે આંદોલન છેડે તો નવાઈ નહિ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech