લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં શનિવારે સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી સીટ પણ સામેલ છે. આજે જે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાં પંજાબ અને યુપીની 13-13 બેઠકો, પશ્ચિમ બંગાળમાં 9 બેઠકો, બિહારની 8 બેઠકો, ઓડિશાની 6 બેઠકો, હિમાચલ પ્રદેશની 4 બેઠકો, ઝારખંડની 3 બેઠકો અને ચંદીગઢની એક બેઠકનો સમાવેશ થાય છે .
સાતમા તબક્કાના મતદાનની શરૂઆતના થોડા સમય પછી પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કુલતાઈમાં બૂથ નંબર 40, 41 પર ભીડ દ્વારા EVM અને VVPAT મશીનોને પાણીમાં ફેંકી દીધાના અહેવાલ મળ્યા છે. જયારે પણ બંગાળમાં ચૂંટણી હોય છે ત્યારે પ.બંગાળમાં વિવાદ સર્જાયેલો જોવા મળે છે. ક્યારેક મારામાંરી તો ક્યારેક ધમકીના બનાવો તો આ અંતિમ તબક્કામાં EVM મશીન પાણીમાં ફેંકી દેવાયાના સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે ટીએમસી સમર્થકો દ્વારા મતદારોને ધમકી આપવામાં આવી હતી. જેના કારણે ભીડ ઉશ્કેરાઈ ગઈ હતી અને ઈવીએમને તળાવમાં ફેંકી દીધા હતા. છેલ્લા તબક્કામાં પશ્ચિમ બંગાળની 9 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
પહેલા તબક્કાથી હિંસાના સમાચાર
આ વખતે પશ્ચિમ બંગાળે મતદાનની બાબતમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. પણ પહેલા તબક્કાથી જ પશ્ચિમ બંગાળમાંથી હિંસાના અહેવાલો આવી રહ્યા છે. પ્રથમ તબક્કાના મતદાનના દિવસે જ તૃણમૂલ કોંગ્રેસે દાવો કર્યો હતો કે અલીપુરદ્વાર તુફનગંજ-2 બ્લોકમાં બારોકોદલી-1 ગ્રામ પંચાયતના હરિરહાટ વિસ્તારમાં TMCની અસ્થાયી પાર્ટી કાર્યાલયને બીજેપી સમર્થકોએ આગ લગાવી દીધી હતી.
આ તબક્કામાં મોટા દિગ્ગજ નેતાઓનું ભવિષ્ય નક્કી થવાનું છે. આ તબક્કામાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હમીરપુરથી, મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી ડાયમંડ હાર્બરથી, લાલુ પ્રસાદની દીકરી મીસા ભારતી પાટલીપુત્રથી અને અભિનેત્રી કંગના રનૌત મંડી સીટથી ચૂંટણી લડી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech