જંગલેશ્ર્વરમાં ડિમોલિશન મામલે મનપાના હિયરિંગમાં હોબાળો

  • December 11, 2024 04:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટ તેમજ નદી કાંઠાના દબાણો હટાવવાની ઝુંબેશ અંતર્ગત શહેરના કોઠારીયા રોડ પર નદી કાંઠે આવેલા જંગલેશ્વર વિસ્તારના ૯૫૦ મકાનોનું ડિમોલિશન કરવા માટે ચોમાસા પૂર્વે નોટીસો અપાઇ હતી ત્યારબાદ ચાર મહિના ચોમાસાના કારણે ડિમોલિશન કરાયું ન હતું દરમિયાન હવે નોટિસની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ હોય ડિમોલિશન કરવા માટેની વિચારણા હાથ ધરાઇ હતી અલબત્ત તે પૂર્વે આજે મહાપાલિકાની ઇસ્ટ ઝોન કચેરીમાં હિયરિંગ રાખવામાં આવ્યું હતું જેમાં જંગલેશ્વર વિસ્તારના અનેક રહીશો તેમના મકાનોના દસ્તાવેજો સહિતના જરી આધાર પુરાવાઓ લઈને સાથે ઉમટી પડા હતા અને ડીમોલિશન નહીં કરવાની માંગણી સાથે હોબાળો કર્યેા હોવાનું જાણવા મળે છે.વિશેષમાં મહાપાલિકાના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ છેલ્લા ઘણા સમયથી જંગલેશ્વર વિસ્તારમાંથી દબાણો હટાવવા માટે નોટીસો આપવામાં આવી રહી છે પરંતુ દબાણકર્તાઓ દ્રારા સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો તેમજ દુકાનોનું દબાણ દૂર કરવામાં આવતું ન હોય હવે મહાપાલિકા તત્રં દ્રારા ડિમોલિશન માટે તૈયારી શ કરવામાં આવી છે. જોકે ડિમોલિશન કાર્યવાહી કરતા પૂર્વે ત્યાંના રહીશોને સાંભળવા માટે અને તેમની પાસે તેમની મિલકતોના જે કોઈ દસ્તાવેજો હોય તે રજૂ કરવા અને તપાસવા માટે પુરતો સમય આપવા અને તેમની રજૂઆત સાંભળવા માટે હિયરિંગ રાખવામાં આવ્યું હતું. અમુક નોટિસ ધારકોએ ઉગ્ર દલીલો કરી માથાકૂટ કરતા હોબાળો થયો હતો.આગામી દિવસોમાં જંગલેશ્વર ના રહીશો આ મામલે સામૂહિક રજૂઆત કરવા મહાપાલિકા કચેરીએ આવનાર હોવાનું જાણવા મળે છે. અગાઉ પણ આ મુદ્દે એક વખત રજૂઆત કરીને આવેદનપત્ર પાઠવ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application