ઉપલેટા: ડુમિયાણી ટોલ બુથ પર તોતિંગ ટેકસ વસુલતાં ફરી એક વખત લડતનાં મંડાણ

  • January 05, 2023 05:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટાની અસહ્ય ટોલ ટેકસ લડત સમિતિ, ઉપલેટા દ્વારા તા.૩નાં મંગળવારના રોજ ઉપલેટા તાલુકાનાં ડુમિયાણી ટોલબુથ પર ઉપલેટા તથા આસપાસના ગામોનાં લોકલ વાહનધારકો પાસેથી ખુબ જ ઉંચા દરે ટોલ ટેકસ વસુલવાના વિરોધમાં સમિતિના અધ્યક્ષ પિયુષભાઈ માકડિયાની આગેવાનીમાં ઉપલેટા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.


આ આવેદનપત્રમાં ડુમિયાણી ટોલબુથ પર વસુલવામાં આવતા ઉંચા દરને લઈને ઉપલેટા શહેર તેમજ આજુબાજુના ગામના લોકોમાં ખુબ જ રોષની લાગણી છે. આ વિસ્તારનાં નાગરિકો, ખેડૂતો, વેપારીઓ, નોકરિયાતોને માત્ર થોડા કિ.મી. જ જવા-આવવા માટે આટલો મોટો ટોલ ટેકસ ભરવો પડે છે.
આ અંગે અગાઉ અનેક વખત લાકેએ ચૂંટી કાઢેલા જનપ્રતિનિધિઓ તેમજ સરકારને રજૂઆતોકરવા છતાં તેઓએ આ અંગે યોગ્ય ધ્યાન આપેલ નથી કે તેઓ આ અંગે કશું કરવા માગતા નથી. તેવું લોકોને લાગે છે. કારણ કે લોકોએ તેઓ મારફત આ અંગે અનેક વખત રજૂઆતો કરી છે છતાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા કે તંત્ર દ્વારા ઉપરોકત પ્રશ્ર્નનું નિરાકરણ આજ દિન સુધી થયેલ નથી.


આજરોજ આવેદનપત્ર આપવામાં સમિતિના અધ્યક્ષ પિયુષભાઈ માકડિયા તથા સભ્ય રસીકભાઈ ચાવડા, સંજયભાઈ મુરાણી, પરસોતમભાઈ બોરડ, વિનુભાઈ ઘેરવડા, દિપકભાઈ રામાણી, રવિભાઈ માકડિયા, મનિષભાઈ માકડિયા, જગદીશભાઈ દવે તથા કૌશિકભાઈ કાલાવડિયા તેમજ વિશાળ સંખ્યામાં ઉપલેટા શહેરના વિવિધ એસોસિએશનનાં અગ્રણીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
​​​​​​​
અસહ્ય ટોલટેકસ અંગે આ વિસ્તારના ગામો ડુમિયાણી, ઉપલેટા તથા ધોરાજીની જનતામાં ખુબ જ રોષ ફેલાયેલ છે. તેમજ આ ઝુંબેશમાં ઉપલેટા શહેરના તમામ વેપારીઓ, તમામ એસોસિએશન, સામાજિક સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો આ અસહ્ય ટોલટેકસ અંગે મળ્યા છે. અસહ્ય ટોલટેકસ જો નાબુદ કરવામાં નહીં આવે તો આ વિસ્તારની જનતાને નાછૂટકે નાઈલાજે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ શહેર બંધ રાખવાની પડશે તેમ હોદ્દેદારોએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application