ઉપરવાલા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ: વ્યક્તિ બેઠા બેઠા બન્યો કરોડપતિ

  • October 03, 2024 05:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વમાં વિવિધ પ્રકારના લોકો છે. કેટલાક લોકો તેમના જીવનમાં ઝડપથી પૈસા કમાવવા માંગે છે જ્યારે કેટલાક લોકોને આશા હોય છે કે તેમના નસીબના કારણે કોઈ દિવસ તેમને અચાનક ખૂબ પૈસા મળી જશે. જો કે આ બાબત સામાન્ય નથી પરંતુ કેટલાક લોકોનું નસીબ જબરદસ્ત હોય છે. ચીનમાં રહેતા એક વ્યક્તિ સાથે આવું જ થયું અને તે બેઠા બેઠા જ કરોડપતિ બની ગયો.


રિપોર્ટ અનુસાર ચીનના અનહુઈ પ્રાંતમાં રહેતો એક વ્યક્તિ છેલ્લા 7 વર્ષથી લોટરીની ટિકિટ પર જુગાર રમી રહ્યો હતો. તેને આશા પણ નહોતી કે તેને એક સાથે કરોડો રૂપિયા મળશે પરંતુ કદાચ તેના સારા ઇરાદાએ તેને કરોડપતિ બનાવી દીધો.


હુઆંગ નામનો વ્યક્તિ 2003માં ચીનમાં શરૂ થયેલી ડબલ કલર બોલ લોટરીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યો હતો. તેણે જણાવ્યું કે તે છેલ્લા 10 વર્ષથી લોટરીની ટિકિટ ખરીદી રહ્યો હતો. જો કે તેણે દરેક ડ્રો પર ક્યારેય 20 યુઆનથી વધુ ખર્ચ કર્યો નથી. પહેલા તે ગમે તે રીતે નંબર લેતો હતો પરંતુ તેણે એક લોટરી વિજેતાને કહેતા સાંભળ્યા કે તે તેના પરિવારની જન્મ તારીખોને જોડીને નંબર જનરેટ કરતો હતો અને તેણે લોટરી જીતી હતી. ત્યારે હુઆંગે પણ છેલ્લા 7 વર્ષમાં આ જ ટ્રિકનો ઉપયોગ કર્યો હતો.


આખરે હુઆંગની સતત લોટરી ખરીદવાની આદતને કારણે તેને જેકપોટ મળ્યો. તેમના પરિવારના જન્મદિવસના નંબરો ઉમેરીને તેણે 24 મિલિયન યુઆન એટલે કે 28 કરોડ 49 લાખ રૂપિયાથી વધુની લોટરી જીતી છે. હુઆંગે 100,000 યુઆન એટલે કે લગભગ 12 લાખ રૂપિયા અનહુઈ પ્રાંતીય ચેરિટી ફેડરેશનને દાનમાં આપ્યા અને બાકીના પૈસાથી પરિવાર માટે ઘર ખરીદવા જઈ રહ્યા છે. હુઆંગની સ્ટોરી વાયરલ થયા બાદ લોકો તેની ઉદારતાના વખાણ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application