ઉપલેટા જુનાગઢ એસ.ટી. ડિવિઝન હેઠળ આવેલ ઉપલેટા એસ.ટી. ડેપોની ઉપલેટા-અમદાવાદ રૂટની બસનું ગત દિવસે વીરપુર નજીક ટાયર નીકળી જવાના બનાવની અંદર જુનાગઢ એસ.ટી. ડિવિઝનના અધિકારી દ્વારા ઉપલેટાના એસ.ટી. ડેપો મેનેજર રાજેશ ઠુમ્મર સહિત કુલ ત્રણ વ્યક્તિઓને આ બાબતમાં તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે ઉપલેટા ડેપોના એક સાથે ત્રણ જેટલા વ્યક્તિઓને સસ્પેન્ડ કરી દેવાની બાબતને લઈને ખળભળાટ મચી ગયો છે.
વીરપુર પાસેના પીઠડીયા ટોલ પ્લાઝા પાસે ઉપલેટા ડેપોની એસ.ટી. બસનું પાછળનુ એક ટાયર નીકળી ગયુ હતું જેમાં ચાલુ બસે પાછળના જોટા માંથી એક ટાયર નીકળી જતા બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોટયા હતા અને બૂમાબૂમ શરૂ થઈ ગયું હતી. ઉપલેટા-અમદાવાદ રૂટની એસ.ટી. બસ ઉપલેટાથી અમદાવાદ તરફ જતી હતી ત્યારે રસ્તામાં હાઈવે પર બસનું પાછલું ટાયર ચાલુ બસે અચાનક નીકળ્યું અને એસટી તંત્રના સલામત સવારી એસ.ટી. અમારીના દાવાઓ પોકળ સાબિત થયા હતા.
ટાયર અચાનક નીકળી જતા બસમાં બેઠેલા મુસાફરોએ વીડિયો સોસિયલ મીડિયા વાયરલ કર્યો હતો અને આક્ષેપો કર્યા હતા કે આ અગાઉ પણ ઉપલેટા ડેપોની બસનું પાછળનું ટાયર ટોલનાકાના પાસે નીકળી ગયું હતું અને ત્રણ વખત ઉપલેટા ડેપોની એસ.ટી. બસના ટાયર નીકળી જવાના બનાવ બન્યા હતા ત્યારે ફરી એકવાર ટાયર નીકળી જતા મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. બનાવ સમયે બસની ધીમી સ્પીડ અને ડ્રાઇવરની સમય સૂચકતાને કારણે સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ ન હતી અને બસમાં બેઠેલા મુસાફરોના જીવ બચ્યા હતા.
આ અંગે જુનાગઢ એસ.ટી. ડિવિઝનના ડી.સી. મુકેશ રાવલ દ્વારા ટેલિફોનિક માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટના અગાઉ પણ બનેલ હતી ત્યારે વારંવાર આ પ્રકારની ઘટના બનતા અને મુસાફરોની સલામતીને ધ્યાનમાં લેતા સસ્પેન્ડ કરી દીધા છે તેવું જણાવ્યું છે ત્યારે વીરપુર પાસે બનેલા આ બનાવ બાદ જુનાગઢ વિભાગીય નિયામક એસ.ટી. ડિવિઝનના અધિકારી દ્વારા આ બાબતમાં ઉપલેટાના ડેપો મેનેજર રાજેશ ઠુમ્મર,આર્ટ.એ. મિકેનિક ધર્મેશ ગોંડલીયા અને હેલ્પર જેન્તીલાલ મહેમદાવાદીયા સહિત ત્રણને કરાયા સસ્પેન્ડ કરી દીધા છે.
ચર્ચાતી વિગત મુજબ આ અકસ્માતની સમગ્ર બાબત જાણી જોઈને અગાઉ પ્લાનિંગ કરીને બદનામ કરવા માટેની હોવાનું પણ સૂત્રો પાસેથી પ્રાપ્ત થયું છે અને આ આંતરિક વાદ-વિવાદ તેમજ યુનિયનના વિવાદો હોવાથી ટાર્ગેટ બનાવીને બાબતને વિરોધીઓ દ્વારા બદનામ કરવા માટેનું કારસ્તાન આચર્યું હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી છે ત્યારે આ બાબતમાં ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ અને કાર્યવાહી થાય તો આ બાબતમાં કોણી બેદરકારી અને કોને આ જાણી જોઈને બદનામ કરવા માટે આચર્યું છે તે સામે આવી શકે છે ત્યારે આ બનાવમાં હાલ તો મગ નું નામ મારી પાડવા માટે સમગ્ર બાબત જાણી જોઈને બદનામ અને હેરાન કરવા માટે આચર્યું હોવાનું એસ. ટી. કર્મચારીઓમાં પણ ચર્ચાઇ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech