જગતના તાત પર સંકટ મંડરાયું, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યારે માવઠું પડશે?

  • January 19, 2025 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર જાન્યુઆરી મહિનાના અંતમાં વરસાદની શક્યતા છે, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં સાથે સાથે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવશે. જેને લઈ ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.


ઠંડીમાં આંશિક રાહત મળશે 
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, 5 દિવસ સુધી તાપમાનમાં વધારો થશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઉંચકાય તેવી આગાહી કરવામાં આવી છે, એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતાં વાતાવરણમાં બદલાવ આવશે અને જાન્યુઆરી મહિનાના અંતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે તો બીજી તરફ અંબાલાલ પટેલનું માનવું છે કે, ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં પણ સારી એવી ઠંડી પડી શકે છે.


ગુજરાતમાં ઠંડીનો રહેશે ચમકારો 
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં શીત લહેર પણ ફરી વળી છે. પરંતુ મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતાની સાથે જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે શિયાળાની સિઝનનો પ્રથમ મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં આવી રહ્યો છે. 


જેના લીધે અને અને બંગાળના ભેજના કારણે અરબ સાગરના ભેજના કારણે કમોસમી વરસાદ, કરા અને પવન ફૂંકાઈ શકે છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ-કાશ્મીર, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, દિલ્હી અને મધ્યપ્રદેશ સુધી અને ગુજરાતના કેટલાક ભાગો સુધી તેની અસર વર્તાશે.


26 જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, 26 જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે. સાથે મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. દક્ષિણ ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી રહેશે તો ઉત્તર ગુજરાત, પંચમહાલમાં 10 ડિગ્રીથી નીચું તાપામાન રહેશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application