ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ-કારોબારી ચેરમેનની બિનહરીફ વરણી

  • April 02, 2025 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રમુખપદ માટે એક દાવેદારની વરણી ન કરાતા મતદાનમાં ભાગ ન લીધો, સભાગૃહ  છોડયું‎

ધ્રોલ​​​​​​​ નગરપાલિકાનાં નવ નિર્વાચિત પ્રમુખ અને ઉપપ્રમુખની સતાવાર બીનહરીફ વરણી ચુંટણી અધિકારી અને ધ્રોલ પ્રાંત અધિકારીનાં અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે વિજયભાઇ વાઘેલા, ઉપપ્રમુખ તરીકે રંજનબેન દલસાણીયાની સતાવાર વરણી કરાઇ હતી. જ્યારે કારોબારી ચેરમેન તરીકે સુરેશજતી ગોસાઇની ભાજપ પક્ષ દ્વારા જાહેરાત કરાઇ હતી.

ધ્રોલ નગરપાલિકાની સામાન્ય ચુંટણીમાં ૨૮ બેઠકો માંથી ભાજપનાં ફાળે ૧૯ બેઠકો આવી હતી. જયારે કોંગ્રેસને ૮ અને એક અપક્ષનાં ફાળે ગઇ હતી. આથી નગરપાલિકાની ચુંટણીમાં ભાજપનું પ્રભુત્વ રહ્યું અને સ્પષ્ટ બહુમતી મળી હતી.

ધ્રોલ નગરપાલિકામાં રોટેશન પધ્ધતિ મુજબ પ્રમુખ પદ માટે પ્રથમ અઢી વર્ષ અનુસુચિત સામાન્ય છે. એ દરમ્યાન નગરમાં​​​​​​​ ધ્રોલ નગરપાલિકા કચેરીનાં કોન્ફરન્સ હોલમાં ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સીસલેનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર એકમાંથી ચૂંટાયેલા વિજયભાઇ ટપુભાઇ વાઘેલાને પ્રમુખ પદે, ઉપપ્રમુખ પદે રંજનબેન ગોવિંદભાઇ દલસાણીયાની સતાવાર બીનહરીફ વરણી કરાઇ હતી. ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા સહીતનાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં કારોબારી ચેરમેન પદે સુરેશજતી રેવાજતી ગોસાઇની ભાજપ પક્ષનાં આગેવાનો તરફથી વરણી જાહેર કરવામાં આવી હતી. જ્યારે સામે પક્ષેથી એક પણ ઉમેદવારી પત્ર રજુ થયું ન હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application