પોલીસે જણાવ્યું કે ઘાયલને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ તેને બચાવી શકાયો નહીં. યુનાઇટેડ હેલ્થકેર, હેલ્થકેર જાયન્ટ યુનાઇટેડ હેલ્થ ગ્રૂપ ઇન્ક.ની વીમા શાખા ન્યુયોર્ક સિટીમાં રોકાણકારો સાથે તેની વાર્ષિક બેઠક યોજાવાની હતી.જે માટે યુનાઈટેડ હેલ્થકેરના સીઈઓ સમયસર પરિષદમાં પહોંચ્યા હતા અને કામ પતાવીને તેઓ જયારે હોટેલમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમના પર ફાયરીંગ કરવામાં આવ્યું હતું, થોમ્પસને ૨૦૦૪ થી કંપની સાથે રહીને ત્રણ વર્ષથી વધુ સમય માટે સીઈઓ તરીકે સેવા આપી હતી. એક માસ્ક પહેરેલો શંકાસ્પદ કથિત રીતે થોમ્પસનની રાહ જોતો હતો અને પછી તેની પાસે આવતાંની સાથે જ તેને છાતીમાં અનેક ગોળી ધરબી દીધી હતી. પોલીસે ખુલાસો કર્યેા કે હત્પમલાખોર ગોળીબાર બાદ સિકસથ એવન્યુ પર પૂર્વ તરફ ભાગી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તેણે ક્રીમ રંગનું જેકેટ, બ્લેક ફેસ માસ્ક અને બ્લેક એન્ડ વ્હાઇટ શૂઝ પહેર્યા હતા. તે ગોરો પુષ હતો. શંકાસ્પદ વ્યકિત ગ્રે બેકપેક પણ લઈને આવ્યો હતો. મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે પ્રારંભિક તારણો અનુસાર ગોળીબાર રેન્ડમ નહીં પરંતુ નિશાન બનાવવામાં આવ્યું હતું
બ્રાયન થોમ્પસન કોણ હતા
યુનાઈટેડ હેલ્થકેરના ચીફ એકિઝકયુટિવ ઓફિસર બ્રાયન થોમ્પસનની ન્યૂયોર્કના મેનહટનમાં એક હોટલની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેસની તપાસ સાથે જોડાયેલા એક અધિકારીએ આ જાણકારી આપી પોલીસે કહ્યું કે હિલ્ટનની બહાર સવારે લગભગ ૬:૪૫ વાગ્યે એક ૫૦ વર્ષીય વ્યકિતને ગોળી વાગી હતી, જે પછી હુંમલાખોર ભાગી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્રૂરતામાં પાકિસ્તાન કરતાં બાંગ્લાદેશ આગળ, હિંદુઓ અને અન્ય લઘુમતી પર હુમલાના 2200 કેસ
December 20, 2024 08:23 PMભોપાલના જંગલમાં કારમાંથી મળ્યું 52 કિલો સોનું: 11 કરોડની મળી રોકડ, બે દિવસમાં 51 સ્થળો પર દરોડા
December 20, 2024 06:49 PMGST કૌભાંડ મામલે રાજકોટ પોલીસે મહેશ લાંગાની કરી ધરપકડ
December 20, 2024 06:47 PMજાણો રામ મંદિર નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થશે, જણાવ્યું મંદિરના મહાસચિવે
December 20, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech