દુનિયામાં એવા ઘણા ગામો અને શહેરો છે, જે પોતાની કોઇ ખાસિયતો માટે જાણીતા છે. આવું જ એક અનોખું ગામ દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સમાં આવેલું છે. શા માટે આ ગામ અનોખું છે તે જાણીને નવાઈ લાગશે. વાસ્તવમાં આ ગામની દરેક વ્યક્તિને ડિમેન્શિયા એટલે કે ભૂલી જવાની બીમારી છે. આ ગામનું નામ લાંડેસ છે. ગામની સૌથી વૃદ્ધ વ્યક્તિ 102 વર્ષની છે જ્યારે સૌથી નાની વ્યક્તિ 40 વર્ષની છે. આ ગામના મુખ્ય ચોક પર એક જનરલ સ્ટોર છે. જ્યાં જરૂરી તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે પરંતુ તેના માટે પૈસા ચૂકવવા પડતા નથી. તેથી કોઇપણ વ્યક્તિએ પોતાની સાથે પર્સ રાખવાનું યાદ રાખવાની જરૂર નથી. ગ્રામજનોને મફત દુકાનો અને રેસ્ટોરન્ટ સહિત થિયેટર અને અન્ય એક્ટિવિટીઝની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
એક્સપરીમેન્ટ માટે વસાવવામાં આવ્યું છે ગામ
લાંડેસ ગામ એક પ્રકારનો પ્રયોગ છે. મતલબ કે આ ગામની સ્થાપના કોઇ પ્રયોગ માટે કરવામાં આવી છે. અલ્ઝાઈમરથી પીડિત લોકોને શું બધું યાદ રાખવા અને તણાવ દૂર કરવાથી રોગ મટાડવામાં મદદ મળે છે? યુનિવર્સિટી ઓફ બોર્ડેક્સના સંશોધકોની ટીમ આ પ્રયોગ કરી રહી છે. તેનું નેતૃત્વ પ્રોફેસર હેલન અમીવા કરી રહ્યા છે. હેલેન અમીવા દર છ મહિને આ ગામની મુલાકાત લઈને લોકો સાથે વાત કરે છે અને બીમારીની પ્રોગ્રેસ પર નજર રાખે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ ગામમાં શોપિંગથી લઈને સફાઈ સુધીની દરેક વસ્તુ માટે કોઈ નિશ્ચિત સમય નથી. અહીં વસતા લોકોને માત્ર પોતાની રીતે બધું કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.
પ્રોફેસર અમીવાએ કહ્યું કે લોકોના પરિવારજનો એ જાણીને ખુશ છે કે તેમના લોકો સુરક્ષિત છે અને કોઈપણ પ્રકારના તણાવ વિના જીવન જીવે છે. તેમણે કહ્યું કે, આનાથી અહીં રહેતા લોકોની બીમારીમાં સુધારો થયો છે. ગામમાં લગભગ 120 લોકો રહે છે અને એટલી જ સંખ્યામાં હેલ્થ પ્રોફેશનલ્સ પણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech