ગોંડલની જય સરદાર સ્કૂલમાં શ્રાવણ માસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. શાળાના વિધાર્થીઓ દ્રારા માટી, પાણી, ગૌમૂત્ર, ગાયના છાણમાંથી ઇકો ફ્રેન્ડલી શિવલિંગ બનાવાય છે. અહી શિવ લિંગનું વૈદિક રીતે પૂજા–પાઠ કરવામાં આવે છે. ૧૫ વિધાર્થીઓ ૩૦ મિનિટમાં માટીની ૧૦૮ નાની નાની શિવલિંગ બનાવે છે. દરરોજ સામુહિક રીતે ૬ મોટી શિવલિંગ પણ બનાવવમાં આવે છે. જય સરદાર સ્કૂલના વિધાર્થીઓ આખા શ્રાવણ મહિના દરમીયાન રોજિંદા સવારે ૪ વાગ્યે ઉઠીને માટીના ૧૦૮ શિવલિંગ બનાવે છે. વિધાર્થીઓ માટી, પાણી, ગૌમૂત્ર, ગાયનું છાણમાંથી શિવલિંગ બનાવે છે. પૂજામાં વિધાર્થીઓ, ટ્રસ્ટીઓ, શિક્ષકો, આમંત્રિત મહેમાનો ભાગ લે છે. સ્કુલમાં વિધાર્થીઓ દ્રારા પાર્થિવ લિંગ પૂજા વિધિ કરવામાં આવે છે. પાર્થિવ લિંગ પૂજાએ ભગવાન શિવની ભકિતનો એક વિશેષ પ છે. શિવલિંગ બનાવવા માટે શુદ્ધ માટી, ગાયનું છાણ, ગંગાજળ, પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ) વગેરે વસ્તુ વાપરવામાં આવે છે. શુદ્ધ માટી અને ગાયનું છાણ સમાન પ્રમાણમાં લઈને તેને સારી રીતે મિકસ કરવામાં આવે છે. આ મિશ્રણમાં ગંગાજળ અને પંચામૃત ઉમેરીને એક લીંબુ જેવડું ગોળ શિવલિંગ બનાવવામાં આવે છે. શિવલિંગને સ્વચ્છ જગ્યાએ સ્થાપિત કરાય છે. ૪ વાગ્યે શિવલિંગ બનાવે તેમની પૂજા ૫ વાગ્યા થી ૭.૩૦ વાગ્યા સુધી ચાલે છે. બ્રાહ્મણોની ઉપસ્થિતમાં શિવલિંગની પૂજા કરે છે. પૂજામાં ૧૦૦૮ બીલીપત્ર, ૫ લીટર ગાયના દૂધનો અભિષેક કરાય છે. પંચામૃતથી પૂજા પણ થાય છે. શિવલિંગની પૂજા બીલીપત્રના ઝાડ નીચે કરવામાં આવે છે. પૂજા ના સમયે સમગ્ર સ્કૂલ પરિસરમાં શિવમય માહોલ જોવા મળે છે. પૂજા વિધિ દરમિયાન વિધાર્થીઓ દ્રારા શિવ ધૂન પણ કરવામાં આવે છે. પૂજા સ્થળની આસપાસ શિવના પ્રિય વૃક્ષ જેમકે ઘઉં, કેળ, જુવારા, બીલપત્ર, કરેણ, ગુંદોના વાવેતરની વચ્ચે પૂજા કરવામાં ઓ છે. છેલ્લા ત્રણ વર્ષથી આ રીતે સ્કૂલમાં શિવલિંગ બનાવીને પૂજા કરવામાં આવે છે. ત્યાર બાદ સ્કૂલ કોલેજના વિધાર્થી, વિધાર્થીની, વાલીઓ શહેરીજનો દર્શનનો લાભ લ્યે છે. આજે બનાવેલી શિવલિંગ બીજા દિવસે સવારે પૂજા કરીને નજીકમાં આવેલી ખીમોરી તળાવમાં વિસર્જન કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech