આવતીકાલથી ત્રણ દિવસ સંઘના વડા મોહન ભાગવત ગુજરાતમાં

  • April 05, 2024 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત લોકસભાની ચૂંટણી ત્રીજા તબક્કામાં યોજાનાર છે લોકસભાની ૨૬ અને વિધાનસભાની પાંચ બેઠકો માટે જાહેરનામું પ્રસિદ્ધ થાય તે પહેલા રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સંઘના સર સંચાલક અને વડા મોહન ભાગવત આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે આ પ્રવાસ દરમિયાન તેઓ ભચ વડોદરા અને અમદાવાદ શહેરની વિવિધ પ્રવૃત્તિ નાગરિકોની બેઠકમાં ભાગ લેશે અને સોમવારે વહેલી સવારે ગુજરાત થી પ્રસ્થાન કરશે.
આગામી શુક્રવારે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થશે. અને ઉમેદવારી પત્ર ભરવાની શઆત થશે તે પૂર્વે આવતીકાલથી રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સઘં આરએસએસના સંચાલક મોહન ભાગવતજી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આ પ્રવાસ દરમિયાન તેઓ ભચ અને વડોદરામાં પ્રબુધ્ધ નાગરિકો સાથે ગોષ્ટ્રી કરશે બાદ રવિવારે રાત્રે અમદાવાદમાં રોકાણ કરી સોમવારે ગુજરાત બહાર પ્રસ્થાન કરશે
આ મુલાકાત પાછળની એક કારણ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી દ્રારા ત્રણ તબક્કે લોકસભાના ૨૬ ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત બાદ કેટલાક મત ક્ષેત્રમાં આંતરિક અને આ ઉડીને આંખે વળગે તેવો વિખવાદ ચાલી રહ્યો છે આ તમામ વચ્ચે આગેવાનો સાથે બેઠક યોજાઈને મામલો થાળે પાડવામાં આવે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. વડોદરા અને ભચ મતક્ષેત્રમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શ થાય તેના પહેલા આરએસએસ ચીફ મોહન ભાગવતના કાર્યક્રમો નક્કી થયા છે. આર એસએસના ગુજરાત એકમે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ મોહન ભાગવત છઠ્ઠી એપ્રિલને શનિવારે વડોદરા આવીને ત્યાંથી બપોરે ભચમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજશે. ત્યાર બાદ રવિવારે સવારે નર્મદાકાંઠે ગડેશ્વર સ્થિત દત્તમંદિરે દર્શન કરશે. એ દિવસ સાંજે તેઓ અમદાવાદમાં હેડગેવાર ભવનમાં રોકાણ કરશે. યાં ભાજપના પદાધિકારી કે સંઘના આગેવાનો સાથે બેઠક નુ આયોજન કરવામા આવ્યુ હોવાનુ બિન સત્તાવાર સુત્રોમાથી જાણવા મળે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News