કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ શનિવારે સોરઠમાં ચાપરડા બ્રહ્માનદં સૈનિક સ્કૂલ શાળામાં કાર્યક્રમો

  • February 11, 2025 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિતભાઈ શાહ શનિવારે સોરઠના પ્રવાસે છે. વિસાવદરના ચાપરડા ખાતે મુકતાનંદજી બાપુ ના આશીર્વચન હેઠળ કાર્યરત સંસ્થાના મહેમાન બનવાના છે અમિતભાઈ શાહના હસ્તે સૈનિક સ્કૂલ શાળા ભવન, સૈનિક સ્કૂલ સ્ટાફ કવાર્ટર ભવન, જય અંબે હોસ્પિટલ ડોકટર કવાર્ટર બિલ્ડીંગ, જય અંબે હોસ્પિટલ મોડુલર ઓપરેશન થિયેટર કોમ્પલેક્ષ અને બ્રહ્માનદં વિધાધામના અતિથિભવનનું લોકાર્પણ કરવામાં આવશે આ ઉપરાંત મુકતાનંદજીબાપુ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્િટટૂટ અને બ્રહ્માનદં વિધામંદિર સંસ્કૃત શકિત ગુકુળના ખાતમુહર્ત પણ તેના હસ્તે થશે.
અત્રે ઉલ્લ ેખનીય છે કે વર્ષ ૧૯૮૬ થી મુકતાનંદજી બાપુના માર્ગદર્શન હેઠળ અનેકવિધ સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે. નાનકડો રોપો હવે વટ વૃક્ષ માં પરિણમ્યો છે. અમિતભાઈ શાહના હસ્તે શાળા અને હોસ્પિટલના અનેક વિકાસલક્ષી કાર્યેા શ કરવામાં આવશે.
ખાસ કરીને બ્રહ્માનંદજી વિધાધામમાં સૈનિક સ્કૂલ પણ શ થતા સોરઠ અને યુવાઓમાં સૈનિક અને રાષ્ટ્ર્રભાવના વધુ પ્રબળ બનશે જેને નિષ્ણાતો દ્રારા તાલીમ પણ આપવામાં આવશે.૨ હજાર વિધાર્થીઓ ગણી શકે તેવી સૈનિક સ્કૂલમાં ડિફેન્સ સહિત તમામ પ્રકારની તાલીમ અભ્યાસ મળી રહેશે. ખાસ કરીને વિધાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે ચિ વધે તેવા ઉદ્દેશ્યથી સંસ્કૃત શકિત ગુકુળ પણ તૈયાર થનાર છે.
અમિતભાઈ શાહના કાર્યક્રમની તૈયારી માટે બ્રહ્માનંદજી વિધાધામના ગીજુભાઈ ભરાડ, અજયભાઈ ગુડકા, વિનોદભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, બ્રહ્માનંદજી વિધામંદિરના એડમિનિસ્ટ્રેટિવ કમલેશભાઈ ધાધલ તથા શાળાના તમામ વિભાગોની ટીમ દ્રારા તૈયારીઓનો ધમધમાટ શ કર્યેા છે. જોકે કેન્દ્રીય ગૃહ મંત્રી નો સત્તાવાર કાર્યક્રમ હવે જાહેર કરવામાં આવશે પરંતુ સંસ્થા દ્રારા તૈયારીઓનો ધમધમાટ શ કરવામાં આવ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application