દેવુબાગ વિસ્તારમાં અજાણ્યા શખ્સો સોનાના દાગીના ચોરી રફુચક્કર થયા

  • April 09, 2024 10:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરના દેવુંબાગ વિસ્તારમાં રહેતો પરિવાર સમાજિક પ્રસંગે બહાર ગયા હતા. તે દરમિયાન સોનાના દાગીના કોઈ શખ્સ ઉઠાવી ગયો હોવાની ફરિયાદ નીલમબાગ પોલીસમાં નોંધાવી હતી. ગત તા.૧૨/૦૩/૨૦૨૪ ના રાત્રીના નવેક વાગ્યાથી ગઇ તા.૦૪/૦૪/૨૦૨૪ ના સવારના સાડા નવેક વાગ્યા સુધીમાં કોઇ વ્યકિતએ ફરીયાદીના ઘરમા પ્રવેશ કરી ઘરમા કબાટની તિજોરીમાં રાખેલ સોનાના દાગીના જેની કુલ કિ.રૂ.૨ ,૬૫,૦૦૦ ની ચોરી ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથક ખાતે નીખીલભાઇ પ્રવિણભાઇ શાહ (ઉ.વ.૩૬ ધંધો- વેપાર રહે- દેવુબાગ દિપદર્શન ફ્લેટ નંબર-૬)એ એવા મતલબની ફરીયાદ નોંધાવી હતી કે, નિખિલભાઈ પરિવાર સાથે તા.૧૨/૦૩/૨૦૨૪ ના રોજ તેઓના પત્નીને સામાજીક કામ સબબ બહાર જવાનુ હોવાથી થોડા દિવસ પહેલા ખરીદી કરેલ સોનાના દાગીના કે જે પોતાના ઘરના કબાટની તિજોરીમાં રાખેલ હતા. તે કાઢેલ અને ત્યારબાદ ભાવનગરમાં સામાજીક કામ પુર્ણ કરી ઘરે પરત આવતા સાંજના આશરે નવેક વાગ્યાના સમયે આ સોનાના દાગીના જેમાં સોનાની લકકી જેનુ વજન ૧૪.૩૩૦ ગ્રામ, સોનાની બુટી જેનુ વજન ૭ .૬૦૦ ગ્રામ, સોનાનુ ડોકીયુ જેનુ વજન ૧૬.૪૬૦ ગ્રામ, સોનાનુ ડોકીયુ સર વાળુ જેનુ વજન ૧૭.૦૫૦ ગ્રામ છે. તે કબાટની તિજોરીમાં જેમના તેમ મુકી દિધેલ અને ત્યારબાદ ગઇ તા.૦૪/૦૪/૨૦૨૪ ના રોજ તેઓ સંબંધીના ઘરે વેવિશાળનો પ્રસંગ હોય જેથી તેમા જવાનુ હોવાથી સવારના સાડા નવેક વાગ્યે તેમના પત્નિ હિરલબેન તિજોરીમાં રાખેલ ઘરેણા લેવા જતા ઉકત ઘરેણા જોવામાં આવેલ નહિ જેથી તેઓએ મમ્મી-પપ્પાને વાત કરતા ઘરમા શોધખોળ કરેલ પરંતુ આજદીન સુધી ઘરેણા મળી ન આવતા આ મામલે ફરીયાદ મોડી કરવાનુ કારણ એવુ છે કે, ઘરમાં કોઈ તાળા તુટેલ હોય કે અન્ય વસ્તુ વેર વિખેર થયેલ ન હોય જેથી આ રીતે શોધખોળ કરતા હોવાથી ફરીયાદ મોડી કરવા આવેલ છે. બનાવ મામલે ફરિયાદી દ્વારા નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગઇ તા.૧૨/૦૩/૨૦૨૪ ના રાત્રીના નવેક વાગ્યાથી ગઇ તા.૦૪/૦૪/૨૦૨ ૪ ના સવારના સાડા નવેક વાગ્યા સુધીમાં કોઇ વ્યકિતએ ઘરમા પ્રવેશ કરી ઘરમા કબાટની તિજોરીમાં રાખેલ સો નાના દાગીના જેમાં સોનાની લકકી જેનુ વજન ૧૪.૩૩૦ ગ્રામ જેની અંદાજીત કિ. રૂ. ૭૦,૦૦૦, સોનાની બુટી જેનુ વજન ૭.૬૦૦ ગ્રામ જેની અંદાજીત કિ.રૂ.૪૦,૦૦૦, સોનાનુ ડોકીયુ જેનુ વજન ૧૬.૪૬૦ ગ્રામ જેની અંદાજીત કિ.રૂ. ૭૫,૦૦૦, સોનાનુ ડોકીયુ સર વાળુ જેનુ વજન ૧૭.૦૫૦ ગ્રામ જેની અંદાજીત કિ.રૂ.૮૦,૦૦૦ જે તમામ દાગીના મળી જેની કુલ કિ.રૂ.૨,૬૫,૦૦૦ કોઇ શખ્સ ચોરી કરી નાસી ગયો હતો. જે અંગે નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application