સલમાન ખાન માટે આધ્યાત્મિક ગુરુ અનિરુદ્ધાચાર્ય પત્નીની શોધ ચલાવશે
સલમાન ખાનનો રિયાલિટી શો ‘બિગ બોસ 18’ ઓનએર થયો છે. પ્રીમિયર પહેલા, મેકર્સે શોનો એક પ્રોમો શેર કર્યો છે, જેમાં આધ્યાત્મિક ગુરુ અનિરુદ્ધાચાર્ય મહારાજે સલમાન ખાન માટે છોકરી શોધવાની વાત કરી છે.આ વીડિયોમાં જોઈ શકાય છે કે અનિરુદ્ધાચાર્ય મહારાજ સલમાન ખાન માટે છોકરી શોધવાની વાત કરી રહ્યા છે. આ સાથે, વીડિયોમાં એક સ્પર્ધકની ઝલક પણ જોઈ શકાય છે, પરંતુ તેનો સંપૂર્ણ ચહેરો દેખાતો નથી.
પ્રોમોમાં, અનિરુદ્ધાચાર્ય મહારાજ સ્પર્ધકને પૂછે છે, ‘તમે અહીં કયા હેતુથી આવ્યા છો?’ તેમણે જવાબ આપ્યો કે ‘રાજકારણીઓ બહુ લાલચી હોય છે. અમારી લાલચ એ છે કે વધુને વધુ લોકો અમને ઓળખે. સ્વામીજી પૂછે છે, ‘તમે મેરિડ છો? ’ તેમણે જવાબ આપ્યો, ‘હજી તો નથી, હું સલમાન ભાઈથી નાનો છું.’
આ પછી અનિરુદ્ધાચાર્ય મહારાજ મજાકમાં કહે છે, ‘તમારે બે છોકરીઓને જોવી પડશે, એક તમારા માટે અને એક સલમાન ખાન માટે.’ આ પછી આધ્યાત્મિક ગુરુ અનિરુદ્ધાચાર્ય મજાકમાં કહે છે, ‘હું જે પણ લાવીશ, તે ભાગશે નહીં.’ , સલમાન ખાન કહે છે, ‘અમે ઈચ્છીએ છીએ કે કોઈ ભાગી જાય.’ જણાવી દઈએ કે, બિગ બોસ 18’ના સેટ પર પહોંચેલા અનિરુદ્ધાચાર્ય મહારાજે સલમાન ખાનને ગીતા ભેટમાં આપી છે.
આ વખતે ‘બિગ બોસ 18’માં કેટલાક રસપ્રદ સ્પર્ધકો જોવા મળવાના છે. તેમાં ટીવી અભિનેત્રી નિયા શર્મા, વિવિયન ડીસેના અને એલિસ કૌશિકનો સમાવેશ થાય છે. બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શિરોડકર પણ આ વખતે શોનો ભાગ હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગાયકવાડી પાસે મકાનમાં ઘોડી પાસાનો જુગાર રમતા ૩ મહિલા સહિત છ ઝડપાયા
April 12, 2025 02:58 PMસીએનજી પંપએ લાઈનમાં ગેસ પુરાવવા બાબતે માથાકૂટ: ત્રણ ને ઇજા
April 12, 2025 02:48 PMપારસી અગીયારી ચોક પાસે સરજાહેર લુંટ ચલાવનાર નામચીન શખસને ઝડપી લેવાયો
April 12, 2025 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech