દેવભુમી દ્વારકા જીલ્લાના કરદાતાઓને જીએસટીની નોટિસ ઇસ્યુ થઈ હોય તેઓને સરકારી લેણાની વસુલાત માટે બેંક ટાંચ, મિલકત ટાંચનાં પગલા ભરાશે
સહાયક રાજ્યવેરા કચેરી જામખંભાલીયા દ્વારા તમામ કરદાતાઓ માટે જીએસટી એમનેસ્ટી સ્કીમ હેઠળ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સીજીએસટી અધિનિયમ ૨૦૧૭ ની કલમ ૧૨૮-એ હેઠળ અમલમાં આવેલી આ યોજનામાં ફક્ત વેરો ભરવાથી વ્યાજ અને દંડમાં માફી આપવામાં આવશે. જેથી વેપારીઓના જુના કેસોનો નિકાલ આવશે અને ભવિષ્યમાં સુઘડ અને વ્યવસ્થિત બનાવવા માટે મદદરૂપ થશે.
ખંભાલીયા એસ-જીએસટી કચેરીનાં આસીસ્ટન્ટ કમિશનર દ્વારા જણાવ્યું કે, વ્યાજ અને દંડ માફી વર્ષ-૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ માટે કલમ ૭૩ હેઠળના આદેશ પસાર થયેલ હોય તેમજ ફક્ત નોટીસ ઇસ્યુ થયેલ હોય તેવા કેસોમાં વેરાની ચુકવણી તા-૩૧ માર્ચ ૨૦૨૫ સુધીમાં કરવાથી વ્યાજ અને દંડથી મુક્તિ મળશે. આ સ્કીમનો કરદાતાઓ માટે કલમ ૭૩ હેઠળ આદેશ પસાર થયેલ હોય અને લેણાં ભરવાના બાકીમાં હોય તે કરદાતા લાભ લઇ શકાશે. જે કરદાતાઓના લેણાં બાકી છે તેવા કરદાતાઓ અપીલ ફાઈલ નથી કરતા કે આ સ્કીમ હેઠળ ભાગ નથી લેતા અને વેરો ટાળવાનો પ્રયત્ન કરે છે તેવા કરદાતાઓ સામે સરકારી લેણાંની વસુલાત માટે બેંક ટાંચ અને મિલકત ટાંચ જેવા આકરાં પગલાં લેવામાં આવશે.
આ એમનેસ્ટી સ્કીમ અંતર્ગત જે કરદાતાઓએ અપીલ ફાઈલ કરી હોય તેમને અપીલ પાછી ખેચવાની શરતે લાભ મેળવી શકશે. આમ રાજ્ય કર વિભાગ દ્વારા તમામ વેપારીઓ અને કરદાતાઓને આ તકનો લાભ લેવા અને તેમની બાકી રકમ તા-૩૧ માર્ચ ૨૦૨૫ સુધીમાં ભરવા અનુરોધ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં વાદળાં ગાજશે: હવામાન વિભાગની વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત
March 29, 2025 08:24 PMશુભમન ગિલે અમદાવાદમાં રચ્યો ઇતિહાસ, ગિલના 1000 રન પૂરા
March 29, 2025 08:20 PMધ્રોલ તાલુકાના વાકિયા ગામે થયેલ જીરું ચોરીનો મામલો
March 29, 2025 08:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech