કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ધૂંવાવ ગામે રુપારેલ ડેમ ઓવરફ્લો થતાં નર્મદાના નીરના વધામણાં કર્યા: ડેમ મારફતે ધૂંવાવ, ખીમરાણા સહિત ૧૧ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે
રાજ્યના કૃષિ, પશુપાલન ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવીકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના ધૂંવાવ ગામે સૌની યોજના હેઠળ નર્મદા નદીનું પાણી ડેમ સુધી આવતા રૂપારેલ ડેમ ઓવરફ્લો થતાં નવા નીરના વધામણાં કર્યા હતા.
આ તકે કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે,જે વિસ્તારોમાં બારમાસ નદીઓ નથી તેવા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તરગુજરાતના જિલ્લાઓના ખેડૂતોને નર્મદા નદીનું પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યુ છે. રુપારેલ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોના ચહેરાઓ ઉપર હર્ષની લાગણી જોવા મળી છે. સૌની યોજના હેઠળ નદી નાળાઓમાં નર્મદાનું પાણી પહોચાડવામાં આવતા ખેડૂતો એક કરતા વધારે સીઝનનો પાક લેતા થયા છે અને તેમની આવકમાં વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર ડેમ મારફતે ગુજરાતના છેવાડાના ગામડા સુધી પણ નળ સુધી પીવાનું શુદ્ધ પાણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો થકી સરકાર દ્વારા પહોચાડવામાં આવી રહ્યું છે.
ગુજરાતના ગામડાઓમાં સરકાર દ્વારા તમામ પ્રાથમીક સુવિધાઓ પહોંચાડવાના પ્રયાસો થકી લોકોને પાયાની સુવિધાઓ મળી રહી છે અને માળખાકીય સુવિધાઓ વધતાં ગામડાઓ ગોકુળિયા બની રહ્યા છે. સુવિધા શહેરની અને આત્મા ગામડાનો સૂત્ર સાર્થક થયું છે. વિવિધ યોજનાઓના માધ્યમથી ગામડાઓનો વિકાસ થયો છે અને ખેડૂતો આત્મનિર્ભર બન્યા છે.
સૌની એટલે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના વર્ષ ૨૦૧૪માં આ યોજનાના કામોનો પ્રારંભ થયો. સૌની યોજના અંતર્ગત નર્મદાના પૂરના વધારાના પાણીને સૌરાષ્ટ્રમાં પહોંચાડવાનું દૂરંદેશી આયોજન ઘડાયું હતું. યોજના મુજબ પૂરના પાણી નર્મદા મુખ્ય કેનાલ અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી પહોંચાડવા ચાર પાઈપલાઈન લિન્ક દ્વારા સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાના ૧૫૫ જળાશયો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય સરકાર દ્વારા થઈ રહ્યુ છે. જેનો ફાયદો સૌરાષ્ટ્રના હજારો ખેડૂતોને થઈ રહ્યો છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા, ધૂંવાવ ગામના સરપંચ કાનાભાઈ, પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા, આજુબાજુના ગામડાઓના સરપંચો, આગેવાનો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech