સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૫ અંતર્ગત આદર્શ આચારસંહિતા ભંગની રજૂઆત / ફરીયાદ માટે કાલાવડ નગરપાલિકા ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરાયો

  • February 07, 2025 06:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તા.7 ફેબ્રુઆરી, રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૫ યોજવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત કાલાવડ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની હોવાથી જાહેર જનતા તથા રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિ/ઉમેદવારો માટે આદર્શ આચારસંહિતા ભંગની રજૂઆત / ફરીયાદ માટે કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે.
​​​​​​​કોઇપણ પ્રકારની આદર્શ આચાર સંહિતા ભંગની ફરીયાદ/રજૂઆત હોય તો કાલાવડ નગરપાલિકાના કંટ્રોલ રૂમ નં.૦૨૮૯૪-૨૨૩૧૦૧ પર જાણ કરી શકશે. તેમ કાલાવડ નગર પાલિકાના ચીફ ઓફિસર અને નોડલ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application