ર3 વર્ષથી પ્રમુખ તરીકે સુપેરે કાર્ય કરીને નવી સમિતિને સુકાન સોંપતા જીતુ લાલ
જામનગર લોહણા મહાજનમાં સતત ત્રેવીસ વષ્ર્િ નિષ્ઠાપૂર્વક જવાબદારી સંભાળ્યા પછી પ્રમુખ જીતુભાઈ લાલ અને તેમની ટીમે નિવૃતિ સ્વિકારતાં જ્ઞાતિની મળેલી સામાન્ય સભામાં નવા હોેદ્દેદારો સાથે મહાસમિતીની સવર્નિુમતે વરણી કરવામાં આવી છે.
જામનગર લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિની સામાન્ય સભા ગઈકાલે મોદી લોહાણા મહાજનવાડી ખાતે મળી હતી. જેમાં પ્રમુખ જીતુભાઈ લાલે સૌનું સ્વાગત કરતાં વષ્ર્િ ર00ર થી જામનગર લોહાણા મહાજનનું સુકાન સંભાળ્યા પછી પંચેશ્ર્વરટાવર ચોક સ્થિત વર્ષ્ાોે જુની જર્જરીત લોહાણા મહાજન વાડીના સ્થાને 60 હજાર ફુટના બાંધકામ સાથે નવી લોહાણા મહાજન વાડીનું નિમર્ણિ કાર્ય કરવા માટે 14 રહેણાંક ભાડુતોની જગ્યા ખાલી કરાવવા, 9 દુકાનદાર ભાડુતો સાથે સમાધાનથી ઉકેલ લાવવા, મહાજનવાડી સાથે પરિસરના બન્ને મંદિરોનો ર્જીણોધ્ધાર કરવા માટે કેટલી સમસ્યા, મુશ્કેલી-અવરોધો અને અડચણો આવ્યા...? તેની વિસ્તૃત માહિતી આપી હતી, અને લોહાણા મહાજનના વષ્ર્િ ર0ર3-ર4 સુધીના હિસાબો રજુ ક્યર્િ હતા, અને આર્થિક સધ્ધરતાની આંકડાક્યિ માહિતીઓ આપી હતી. જે હિસાબોને જ્ઞાતિજનોએ સવર્નિુમતે બહાલી આપી હતી.
આ ઉપરાંત પટેલ કોલોની વિસ્તારમાં આવેલી લોહણા મહાજનની માલીકીની ર1 હજાર ફુટ જમીન કાનુની ચુંગાલમાંથી મુક્ત કરાવી સર્ંપૂણ માલીકી હકક મળી ગયેલ હોય તેની વિગતો આપેલ હતી.
લોહાણા જ્ઞાતિની આ સામાન્ય સભામાં હિસાબો મંજુર કરવા ઉપરાંત પટેલ કોલોની સ્થિત લોહાણા મહાજનની જગ્યા વેંચાણ કરવા તેમજ શહેરમાં યોગ્ય સ્થળ પર નવી લોહાણા મહાજનવાડીનું નિમર્ણિ કરવા નવનિયુક્ત હોેદ્દેદારોની સાથે અશોકભાઈ લાલના નેજા હેઠળ અરિવંદભાઈ પાબારી અને ભીખુભાઈ મોરજરીયાની બનેલી કમિટીને સત્તા આપવા સવર્નિુમતે ઠરાવાયું હતું.
આ સભામાં જ્ઞાતિ પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દત્તાણી, ખજાનચી અરવિંદભાઈ પાબારી અને ઓડીટર હરેશભાઈ રાયઠઠા સહિતની સમગ્ર ટીમે નિવૃતિ લેવાનું જાહેર ર્ક્યુ હતું. નાદુરસ્ત તબિયતના કારણે આ સભામાં ઉપસ્થિત નહીં રહી શકેલા સંસ્થાના ઉપપ્રમુખ કિરણભાઈ માધવાણીએ પણ સ્વૈચ્છિક નિવૃતી સ્વિાકરી હોવાનો સંદેશો પાઠવ્યો હતો, જેનો સૌ ઉપસ્થિતોએ સાભાર સ્વિકાર ર્ક્યો હતો.
લોહાણા મહાજનની વડિલ સમિતીના સદસ્ય વરિષ્ઠ ધારાશાસ્ત્રી ભરતભાઈ સુખપરીયાએ વષ્ર્િ ર00ર માં જીતુભાઈ લાલ સાથે તેમની ટીમને સુકાન સોંપાયા પછી આ ટીમે કરેલી ત્રેવીસ વષ્ર્િ સુધીની કામગીરીને બીરદાવી હતી અને તેવી જ રીતે ભરતભાઈ સુખપરીયાએ આ વખતે પણ જામનગર લોહાણા મહાજનના નવા પ્રમુખ તરીકે ભરતભાઈ કે. મોદી (સાબુવાળા), ઉપપ્રમુખપદે ચેતનભાઈ માધવાણી, મંત્રી તરીકે વકીલ રાજેશભાઈ એમ. કોટેચા, સહમંત્રી તરીકે અનીલભાઈ ગોકાણી, ખજાનચી તરીકે મનોજભાઈ અમલાણી, સહખજાનચી તરીકે રાજુભાઈ મારફતીયા, સંગઠ્ઠન મંત્રીઓ તરીકે અતુલભાઈ પોપટ (ઉત્તર-પટેલ કોલોની), રાજુભાઈ હિંડોચા (દક્ષ્ાિણ-સાધના કોલોની), મનીષ્ાભાઈ તન્ના (પૂર્વ-હાપા લાલવાડી), અને મધુભાઈ પાબારી (પશ્ર્ચિમ-રણજીતનગર), તેમજ ઓડીટર તરીકે નિલેશભાઈ ઠકરાર સહિત 41 સભ્યોની મહાસમિતિની તેમજ 11 સદસ્યોની વડીલ સમિતીના નામની દરખાસ્ત મુકી હતી, અને જવાહરભાઈ કેશરીયાએ તેને ટેકો આપ્યો હતો. આ દરખાસ્ત સામે અન્ય કોઈ દરખાસ્ત નહી આવતાં તેને સવર્નિુમતે બહાલી સૌ જ્ઞાતિજનોએ આપી હતી.
લોહાણા જ્ઞાતિની આ સામાન્ય સાધારણ સભાના પ્રારંભ દિવંગત જ્ઞાતિજનોને બે મીનીટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. સભાનું સંચાલન વડિલ સમિતિના સદસ્ય જવાહરભાઈ કેશરીયાએ ર્ક્યુ હતું, લોહાણા જ્ઞાતિની સામાન્ય સાધારણ સભા પૂર્ણ થતાં નવનિયુક્ત મહાસમિતીના સભ્યોની બેઠક મળી હતી. જેમાં ભરતભાઈ સુખપરીયાની દરખાસ્ત મુજબ પ્રમુખ સહિત 11 હોેદ્દેદારોની વરણીને સવર્નિુમતે બહાલી આપી હતી.
આ પછી જીતુભાઈ લાલ અને તેમની ટીમે નવા વરાયેલા પ્રમુખ ભરતભાઈ મોદી અને તેમની ટીમને પુષ્પહાર કરી અભિનંદન પાઠવી હોવાનો હવાલો સુપ્રત ર્ક્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અસામાજિક તત્વોએ આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા લોકોના ટોળાં ઉમટા
December 23, 2024 03:30 PM૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech