ઉના પોલીસે સુરતના નાસતા–ફરતા આરોપીને ઝડપી લીધો

  • August 16, 2024 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉનાના મેણ ગામે રહેતો શખ્સે અગાઉ ચાર વર્ષ પહેલા ઉના રહેતો એક વ્યકિત પાસેથી આર.સી. બુક કે કાગળો વગરની બાઇક લીધેલ હતી. જેથી બાઇક છળકપટથી કે ચોરી કરી મેળવેલ હતી જેથી પોલીસે તપાસ હાથ ધરતા અને આ બાઈક ચોરી કરી હોવાની શંકાસ્પદ જણાતા આ શખ્સને બાઇક સહિત મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
જુનાગઢ વિભાગના નાવલ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા જુનાગઢ રેન્જ, જુનાગઢનાઓ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્રારા ગીર સોમનાથ એસ.ઓ.જી.ના જે.એન ગઢવી, એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. ઈબ્રાહીમશા બાનવા, ધર્મેન્દ્રસિહ ગોહીલ ઉના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. એ દરમ્યાન બાતમી આધારે પાણી પુરવઠાની ઓફીસ પાસે રોડ ઉપરથી હકીમ અલારખા નાયા રહે.મેણ તા.ઉના વાળા પાસેથી બાઇક કાળા કલરની, આગળ પાછળ નંબર પ્લેટ વગરની જેના . કાગળો, આધાર પુરાવા કે બીલ તેમજ વાહન માલીક અંગે કોઇ જવાબ આપતો ન હતો. અને આ બાઈક તેણે ચાર વર્ષ પહેલા ઈમરાન ભીખુ ભટ્ટી રહે. ઉના વાળા પાસેથી .૭ હજારમાં આર. સી. બુક કે કાગળો વગરની લીધેલ હતી. જેથી બાઇક છળકપટ થી કે ચોરી કરી મેળવેલ હોય જેથી પોલીસે શખ્સને પકડી પાડી તેના વિધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
તેમજ સુરત જિલ્લાના લૂંટના ગુનામાં નાસતા ફરતા આરોપી અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનાં વડલી ગામે રહેતો જગદીશ મે વાળા નામના શખ્સને જીલ્લા એસ ઓ જી ટીમે ઉના ભાવનગર રોડ પર આવેલ રોકડીયા હનુમાન મંદિર પાસે થી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application